ટુ વ્હિલરના ઉત્પાદકોને તહેવારોની માગ કે નબળા ચોમાસાનો માર? આ સેક્ટરના શેર્સમાં રોકાણથી કમાણીની કે જોખમ?
ટુ વ્હિલરના ઉત્પાદકોને તહેવારોની માગ કે નબળા ચોમાસાનો માર? આ સેક્ટરના શેર્સમાં રોકાણથી કમાણીની કે જોખમ?
ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત થતાં જ ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓના વેચાણમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા સદા રહે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ છ માસિક ગાળામાં ટુ-વ્હીલરના રિટેલ વેચાણમાં ૨૧ ટકાનો નોંધપાત્ર વાર્ષિક વધારો જોવા મળ્યો છે. જોકે, આ તહેવારી ઉછાળા સામે નબળા ચોમાસાને કારણે ગ્રામીણ આવક-ખેતીની આવક પર ઊભું થયેલું જોખમ અને કંપનીઓ દ્વારા વાહનોની કિંમતોમાં કરાયેલો વધારો ટુ વ્હિલરના ઉત્પાદકોના વેચાણ માટે એક મોટો પડકાર બની રહ્યો છે. આ પરિસ્થિતિ કંપનીઓના નાણાકીય પરફોર્મન્સ અને તેમના શેરના ભાવ પર બેવડી અસર કરી શકે છે. એક તરફ તહેવારોનો વોલ્યુમ ગ્રોથ પ્રોફિટબિલિટી વધારી શકે છે, તો બીજી તરફ ગ્રામીણ માગનો ઘટાડો અને કાચા માલ (સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર) ના ભાવવધારાથી માર્જિન પર દબાણ આવી શકે છે.
ટુ-વ્હીલર કંપનીઓનું બજાર સંભવિત પરફોર્મન્સ
અધિકૃત બ્રોકરેજ હાઉસિસ અને એનાલિસ્ટ્સ SBI સિક્યોરિટીઝ, બોનાન્ઝા, ક્રિસિલ અને ઇકરાના રિપોર્ટસ તથા વિશ્લેષણોના આધારે વિવિધ કંપનીઓનું સંભવિત પરફોર્મન્સ નીચે મુજબ રહેવાની સંભાવના રહેલી છે.
ટીવીએસ મોટર (TVS Motor Company)
નિષ્ણાતોના મતે ટીવીએસ મોટર હાલમાં સમગ્ર ટુ-વ્હીલર સેક્ટરમાં સૌથી મજબૂત સ્થિતિમાં છે. સપ્ટેમ્બરમાં ટીવીએસનું રિટેલ વેચાણ ૪૨.૪ ટકા વધીને ૩,૬૪,૬૪૦ યુનિટ થયું હતું, જેનાથી તેનો માર્કેટ શેર વધીને ૨૦.૩૭ ટકા થયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રે કંપની ડિસ્પેચ બમણો કરીને ૬૫,૭૯૯ યુનિટ પર પહોંચાડી શકી છે.સ્કૂટર, મોટરસાઇકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ અને મજબૂત નિકાસના સંતુલિત પોર્ટફોલિયોને કારણે ટીવીએસ મોટરના શેરમાં સતત આઉટપરફોર્મન્સ અને શેરના ભાવમાં સકારાત્મક ગ્રોથની સંભાવના સૌથી વધુ છે.
હીરો મોટોકોર્પ (Hero MotoCorp Ltd)
હીરો મોટોકોર્પ સીધી રીતે ગામડાઓની માગ પર સૌથી વધુ નિર્ભર છે. કંપનીનું રિટેલ વેચાણ ૩૧.૪ ટકા અને સ્થાનિક ડિસ્પેચ ૧૪.૧૨ ટકા વધ્યું છે. દેશમાં ૧૨.૬% વરસાદની ખાધ હોવાથી અને રવી પાકના ઉત્પાદન પર જોખમ હોવાથી ગ્રામીણ કેશ ફ્લો પર અસર પડી શકે છે. હીરો મોટોકોર્પના શેરનો ભાવ હાલમાં રૂ. ૫,૦૪૭ ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો સરકાર દ્વારા ગ્રામીણ રાહત ઉપાયો યોજાશે તો તહેવારી ખરીદીથી હીરો મોટોકોર્પમાં શોર્ટ-ટર્મ રેલી જોવા મળી શકે છે, પરંતુ મધ્યમ ગાળે વોલેટિલિટી રહેશે.
બજાજ ઓટો (Bajaj Auto)
બજાજ ઓટો સ્થાનિક બજારમાં થોડી પાછળ રહી છે, પરંતુ તેની નિકાસ મજબૂત છે. બજાજ ઓટોનું દેશી ટુ-વ્હીલર ડિસ્પેચ ૧૨ ટકા ઘટ્યું છે, પરંતુ તેની સામે એક્સપોર્ટ (નિયત) માં ૩૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારોમાં સારો સુધારો અને એક્સપોર્ટ ગ્રોથ કંપનીને ડોમેસ્ટિક ગ્રામીણ માગની નબળાઈ સામે રક્ષણ આપે છે. આથી બજાજ ઓટોનો શેર મધ્યમથી લાંબા ગાળા માટે સ્થિર કમાણીનો અવકાશ આપે છે.
આઇશર મોટર્સ – રોયલ એનફિલ્ડ (Eicher Motors – Royal Enfield)
પ્રીમિયમ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડ પકડ જાળવી રહ્યું છે, પરંતુ ૩૫૦ સીસીથી ઉપરના સેગમેન્ટમાં થોડી મંદી જોવા મળી છે. કંપનીએ 1HFY27 માં ૨૩% નો સ્થાનિક ગ્રોથ જાળવ્યો છે, પરંતુ સપ્ટેમ્બરમાં ૩૫૦ સીસીથી ઉપરના વોલ્યુમમાં ૨૬% નો ઘટાડો થયો છે. પબ્લિકમાં પ્રીમિયમાઇઝેશન (ઉંચી કિંમતની બાઇક્સ ખરીદવાનો ક્રેઝ) નો ટ્રેન્ડ હોવાથી આઇશર મોટર્સ મધ્યમ ગાળે સ્ટેબલ ગ્રોથ આપી શકે છે.
અધિકૃત સંસ્થાઓનો એકંદર આઉટલુક (Crisil & ICRA)
-
ક્રિસિલ (Crisil Ratings): નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ભારતીય ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રી ૭ ટકાથી ૯ ટકાનો ગ્રોથ નોંધાવશે અને કુલ વોલ્યુમ ૨૯ મિલિયન (૨.૯ કરોડ) યુનિટ્સને પાર કરી જશે.
-
ઇકરા (ICRA): ઊંચા બેઝ અને ચોમાસાના તણાવને કારણે સંભાળીને ૩ ટકા થી ૫ ટકાના મધ્યમ ગ્રોથનું અનુમાન વ્યક્ત કરે છે.
-
એસબીઆઈ સિક્યોરિટીઝ: કંપનીઓ દ્વારા કાચા માલના ખર્ચ સામે વધારેલી કિંમતો અને ઓક્ટોબરથી ઊંચા બેઝની અસરને કારણે ટ્રેડર્સે સાવચેતી રાખવી જરૂરી છે.
રોકાણકારો માટે કમાણીનો અવકાશ છે?
-
ટ્રેડર્સ માટે (Short Term): તહેવારોની મોસમમાં વેચાણના આંકડા પોઝિટિવ આવવાથી સેક્ટરમાં શોર્ટ ટર્મ ઉછાળો આવશે. આ માટે ટીવીએસ મોટર (TVS Motor) અને હીરો મોટોકોર્પ (Hero MotoCorp) માં શોર્ટ ટર્મ ટ્રેડિંગ દ્વારા કમાણીની સારી તક છે.
-
ઇન્વેસ્ટર્સ માટે (Long Term): સમગ્ર સેક્ટરમાં આડેધડ રોકાણ કરવાને બદલે પસંદગીના શેરોમાં રોકાણ કરવું હિતાવહ છે. જે કંપનીઓનું એક્સપોર્ટ મજબૂત છે (બજાજ ઓટો) અને જે માર્કેટ શેર મેળવી રહી છે તથા ઇલેક્ટ્રિક વેહિકલના સેગમેન્ટમાં આગળ છે (ટીવીએસ મોટર), તે લાંબા ગાળે તો ઈન્વેસ્ટર્સને શ્રેષ્ઠ રિટર્ન (કમાણી) પણ આપી શકે છે.
Tags: Auto Retail Sales 1HFY27 Auto Sector Festive Sales FY27 Auto Stocks Risk and Returns Automobile Sector Trading Strategies Bajaj Auto Export Growth Bajaj Auto Overseas Sales Best Auto Stocks for Long Term Bonanza Research Two Wheeler Stocks Crisil Two Wheeler Growth FY27 Dalal Street Auto Sector Trends ટુ વ્હિલર શેર ભાવ માર્ગદર્શન Eicher Motors Royal Enfield Sales EV Sales Growth India TVS Festive Season Stock Market Bets GST Rate Cut Auto Industry Hero MotoCorp Rural Revival Hero MotoCorp Stock Analysis High Base Impact Auto Stocks Hospitality vs Auto Stocks India ICRA Two Wheeler Market Outlook Indian Auto Sector Share Outlook Indian Stock Market Festive Rally Monsoon Impact on Auto Stocks Price Hike Impact Two Wheelers Raw Material Cost Impact Auto Sector Rural Demand Impact Stock Market SBI Securities Auto Sector Report Shares to Invest Before Diwali Stocks to Buy in Festive Season TVS Motor share price target Two Wheeler Share Recommendations Two Wheeler Shares Valuation Two Wheeler Stocks Festive Demand Two Wheeler Volume Growth 2026 આઇશર મોટર્સ રોયલ એનફિલ્ડ આરોગ્ય અને ઓટો સેક્ટર શેર ઇકરા ગ્રોથ રેટ અંદાજ ઇન્વેસ્ટર્સ માટે શેર માર્ગદર્શિકા ઇલેક્ટ્રિક વાહન વેચાણ ટીવીએસ એસબીઆઈ સિક્યોરિટીઝ શેર સલાહ ઓટો સેક્ટર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઓટો સેક્ટર પ્રોફિટ ટાર્ગેટ કાચો માલ ભાવ વધારો ઓટો ક્રિસિલ ટુ વ્હિલર આઉટલુક ગુજરાત ફાઇનાન્સ ન્યૂઝ ગ્રામીણ માગ અને શેરબજાર ચોમાસાની શેરબજાર પર અસર જીએસટી દર ઘટાડો ઓટો સેક્ટર ટીવીએસ મોટર શેર એનાલિસિસ ટુ વ્હિલર બજાર ગ્રોથ ૨૦૨૬ ટુ વ્હિલર વેચાણ આંકડા ૨૦૨૬ ટ્રેડર્સ માટે ઓટો શેર સલાહ તહેવારી લેવાલી શેરબજાર તહેવારોની મોસમ અને શેરબજાર દલાલ સ્ટ્રીટ ટુ વ્હિલર ન્યૂઝ દીવાળી તહેવારોમાં કયા શેર ખરીદવા બજાજ ઓટો એક્સપોર્ટ ગ્રોથ બજાજ ઓટો શેર નિકાસ આંકડા બોનાન્ઝા રિસર્ચ એનાલિસિસ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ ઓટો શેર વાહનોમાં ભાવ વધારાની અસર શેરબજાર કમાણીની તક શેરબજાર ગુજરાતી અહેવાલ શેરબજાર રોકાણ રિટર્ન હીરો મોટોકોર્પ ગ્રામીણ વેચાણ હીરો મોટોકોર્પ શેર ભાવ ટાર્ગેટ
