આજે શેરબજારમાં શું કરશો?

આજે શેરબજારમાં શું કરશો?
લીલા પેલેસિસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના શેર્સમાં લેણ કરી શકાય
ભારતીય શેરબજાર સતત ૪ સત્રથી ઘટાડાતરફી રહ્યું છે. શુક્રવારના સત્રમાં નિફ્ટી ૫૦ (Nifty 50) ૦.૩૯ ટકાના ઘટાડા સાથે ૨૨,૬૦૦ પર અને બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) ૧૨૫.૫૬ પોઇન્ટ (૦.૧૭ ટકા) ઘટીને ૭૩,૧૨૩.૮૩ ની સપાટીએ બંધ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૨.૧૫ ટકાનો સિંક્રોનાઇઝ્ડ ઘટાડો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ, બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ૬ મહિનાની ઊંચી સપાટી નજીક પહોંચવા તથા સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં 30 ટકાનો મોટો ઘટાડો અને સેન્સેક્સ અને નિફ્ટીના ૫૦૦ માંથી ૪૬૦ શેરોમાં રેડ ઝોન આવવું એટલે કે તેના ભાવમાં ઘટાડો થવાની બાબત વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે.
ભારતીય શેરબજારની શોર્ટ ટર્મ ચાલ (ટૂંકા ગાળા માટે: ૧ થી ૧૫ દિવસ): વલણ: સાવચેતી અને નેગેટિવ થી સાઇડવેઝ.
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે ટૂંકા ગાળે બજારમાં અસ્થિરતા-અફરાંતફરી જોવા મળી શકે છે. નિફ્ટીએ શુક્રવારે ૨૨,૩૭૨ નું ઇન્ટ્રાડે લો બનાવ્યા બાદ સપોર્ટ મેળવી ૨૨,૬૦૦ પર રિકવરી આપી હતી, જે દર્શાવે છે કે નીચલા સ્તરે બાયર્સ સક્રિય છે પરંતુ ટૂંકા ગાળાના ટ્રેડર્સે સ્ટોપલોસ વગર ટ્રેડિંગ કરવું નહીં.
મીડિયમ ટર્મ (મધ્યમ ગાળા માટે: ૧ થી ૬ મહિના)
બજારનું વલણ કન્સોલિડેશનનું હોવાનું જણાય છે. તેથી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સિલેક્ટિવ સ્ટોક બાઇંગ એટલે કે પસંદગીના શેર્સમા ંજ લેણ કરવું જોઈએ. સ્મોલકેપ અને બ્રોડર માર્કેટમાં મોટો ઘટાડો થયો હોવાથી માર્કેટની વેલ્યુએશન વાજબી સપાટીએ આવી રહ્યું છે. ગ્લોબલ સપ્લાય ચેઇનની સ્થિતિ સ્પષ્ટ થતાં અને ક્રૂડ ઓઇલમાં સ્થિરતા આવતાં બજારમાં મજબૂત બાઉન્સ બેક જોવા મળી શકે છે.
લોંગ ટર્મ (લાંબા ગાળા માટે: ૧ વર્ષ કે તેથી વધુ)
વલણ તેજી તરફી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. ભારતનું આર્થિક ફંડામેન્ટલ મજબૂત છે. ૨૨,૪૦૦ થી ૨૨,૩૦૦ ની રેન્જ નિફ્ટી માટે લાંબા ગાળા માટે ગ્રોથ સ્ટોક્સમાં તબક્કાવાર (SIP મોડમાં) એક્યુમ્યુલેશન (રોકાણ) કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
લીલા પેલેસિસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના શેરમાં આજે લેણ કરી શકાય છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂ. ૫૭૭.૭૦નો છે.
હોટેલ લીલા પેલેસિસનો શેર અત્યારે કરેક્શન માડમાં જણાય છે. તેના સપોર્ટ ઝોનમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જણાય છે. જૂન મહિનામાં રૂ. ૪૦૦ના સપોર્ટથી સતત રેલી બાદ તાજેતરમાં શેરે રૂ. ૬૪૯.૮૦ની ઓલ-ટાઇમ હાઇ અને વિક્રમજનક સપાટી બનાવી હતી. હાલમાં ભાવ ઘટીને રૂ.૫૭૭.૭૦ થયો છે. આ ઘટાડો કોઈ ફંડામેન્ટલ ખરાબી નથી પરંતુ એક કરેક્શનના ભાગરૂપે આવેલો ઘટાડો છે. શેરમાં આગળ મજબૂત સપોર્ટ સપાટીઓ હોવાથી ટૂંકા ગાળાના ટ્રેડર્સ નીચલા સ્તરે એન્ટ્રી કરી શકે છે.
મીડિયમ ટર્મઃ અપટ્રેન્ડ પુનઃશરૂ થવાની સંભાવના જણાઈ રહી છે. હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રે મજબૂત ડિમાન્ડ હોવાથી શેરમાં હાલનું કન્સોલિડેશન પૂરું થતાં જ તે ફરીથી રૂ. ૬૪૯.૮૦ ની સપાટી વટાવીને નવી ઊંચાઈ તરફ આગળ વધી શકે છે.
લોંગ ટર્મમાં પણ વલણ મજબૂત તેજીતરફી જણાઈ રહ્યું છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને હોટેલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ લાંબા ગાળાના રોકાણકારો માટે સારું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. રૂ. ૫૫૦ થી રૂ.૫૭૦નો ઝોન રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં ઉમેરો કરવા યોગ્ય છે.
Tags: Barium Stock Market Trends Best Stocks for Medium Term Brent Crude Impact on Indian Market BSE Sensex Closing Today Crude Oil Six Month High Impact Dalal Street Live Updates આજે શેરબજારની સ્થિતિ Hotel Stocks India Investment Indian equity market outlook Indian Hospitality Sector Stocks Intraday trading strategy India Leela Palaces Buying Support Level Leela Palaces Hotels Correction Leela Palaces Hotels Share Price Leela Palaces Share Target long term investment stocks Middle East War Impact Stock Market Nifty 50 Market Analysis Nifty 50 technical analysis Nifty Recovery 22600 Nifty Smallcap 100 fall Nifty support levels NSE BSE Live Share Prices Sensex today live updates Sensex Weekly Decline Share Market Crash Analysis Share Market Live 26 October 2026 Short term stock recommendations Stock Market Correction Guidelines Stock Market Experts Advice Stock market fall reasons Stock market news India Stocks to buy today Trading Guidance Today આજે કયા શેરમાં રોકાણ કરવું ઇન્ટ્રાડે ટ્રેડિંગ ટિપ્સ ક્રૂડ ઓઇલ ભાવ વધારાની અસર ક્રૂડ તેલ ભાવ વધારો ટૂંકા ગાળાનું ટ્રેડિંગ માર્ગદર્શન ટેકનિકલ એનાલિસિસ નિફ્ટી દલાલ સ્ટ્રીટ અપડેટ્સ નિફ્ટી સપોર્ટ લેવલ નિફ્ટી ૨૨૬૦૦ લેવલ બીએસઈ એનએસઈ ગુજરાતી ન્યૂઝ ભારતીય શેરબજાર આગાહી મધ્ય પૂર્વ તણાવ અને શેરબજાર મધ્યમ ગાળાનું રોકાણ રોકાણકારો માટે માર્ગદર્શન લાંબા ગાળા માટે શ્રેષ્ઠ શેર લીલા પેલેસિસ ખરીદી સપોર્ટ લીલા પેલેસિસ શેર કરેક્શન લીલા પેલેસિસ શેર બાય ટાર્ગેટ લીલા પેલેસિસ હોટેલ્સ શેર ભાવ શેર ખરીદ વેચાણ સલાહ શેર માર્કેટ બુલિશ સ્ટોક્સ શેરબજાર ગુજરાતી સમાચાર શેરબજાર ટ્રેન્ડ્સ 2026 શેરબજાર બુલ રન શેરબજાર લાઇન અપડેટ્સ શેરબજારમાં ઘટાડાનું કારણ શેરબજારમાં રિકવરીના સંકેત શેરબજારમાં રોકાણની સચોટ સલાહ સેન્સેક્સ અને નિફ્ટી એનાલિસિસ સેન્સેક્સ સાપ્તાહિક ઘટાડો સ્મોલકેપ શેરમાર્કેટ ન્યૂઝ હોટેલ સેક્ટર શેર એનાલિસિસ
