દવાઓ પરના અતિશય એમઆરપી છાપીને ચલાવતી લૂંટને અંકુશમાં લેવા કેન્દ્ર સરકાર સક્રિય થઈ, સુપ્રીમમાં એફિડેવિટ કરી

દવાઓ પરના અતિશય એમઆરપી છાપીને ચલાવતી લૂંટને અંકુશમાં લેવા કેન્દ્ર સરકાર સક્રિય થઈ
ભારતના ઔષધ ક્ષેત્રમાં દવા ઉત્પાદક કંપનીઓ, હોસ્પિટલો, ડીલરો અને કેમિસ્ટો વચ્ચેની સિન્ડિકેટ તેમજ ગ્રાહકો પાસે માહિતીના અભાવના કારણે ગંભીર આર્થિક શોષણ થઈ રહ્યું છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ ડીલરોને ૧૦ ટકા અને કેમિસ્ટોને ૨૦ ટકા નફાનું ધોરણ નિશ્ચિત કરવામાં આવ્યું હોવા છતાં, કંપનીઓ મહત્તમ છૂટક કિંમત દવાના વાસ્તવિક ઉત્પાદન ખર્ચ કરતાં અનેક ગણી વધારે છાપે છે. કેમિસ્ટને રૂ. ૮ માં મળતી ઇન્ટાસ ફાર્માની દવાની કિંમત રૂ. ૯૬ મહત્તમ છૂટક કિંમત છાપવામાં આવે છે. કેમિસ્ટો દર્દીઓને ૫૦ ટકાથી ૭૦ ટકા ડિસ્કાઉન્ટ આપીને “સસ્તામાં આપવાનો” આભાસ ઊભો કરે છે, પરંતુ ૭૦ ટકા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ દર્દી મૂળ ખરીદકિંમત પર ૩૦૦ ટકાથી વધુ કિંમત ચૂકવી રહ્યો છે. કારણ કે કેમિસ્ટને આપવામાં આવતી સપ્લાય કિંમતમાં ડીલર અને કેમિસ્ટના તથા દવાનું ઉત્પાદન કરતી કંપની તમામના નફા આવી જ જાય છે. છતાંય તેના પર રૂ. 96ની મહત્તમ છૂટક કિંમત છાપીને બિચારા-બાપડા અને લાચાર દરદીઓને લૂંટવાનો ફાર્મા કંપનીઓ રસ્તો કરી આપી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી અરજીઓ અને ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના તાજેતરના સોગંદનામાના આધારે આ પરિસ્થિતિ પર અંકુશ લાવવાના અધિકૃત ઉપાયો કરવામાં આવી રહ્યા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
વર્તમાન કાનૂની અને સરકારી સ્થિતિ
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ (DoP), રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં બારમી ઓક્ટોબર 2026ના કરેલા સોગંદનામામા્ં જણાવવામાં આવ્યું છે કે સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી-એનપીપીએના માધ્યમથી ૧૩૭ નોન-શેડ્યુલ્ડ કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન કેપિંગ ૩૦ ટકા નક્કી કર્યું છે. તેનાથી દર્દીઓને ૨૦ ટકાથી ૭૦ ટકા સુધી રાહત મળશે અને વાર્ષિક રૂ.૨,૫૦૦ કરોડની બચત થશે. કેન્સર સિવાયની અન્ય જીવનરક્ષક દવાઓ અને હોસ્પિટલ કન્સ્યુમેબલ્સ એટલે કે મેડિકલ સાધનો અને સિરીંજ વગેરેમાં ૧૦૦ ટકાથી ૧૦૦૦ ટકા સુધીનું માર્જિન વસૂલવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં ડૉ. સંજય કુશવાહાની અરજી સંદર્ભે સરકારે કબૂલ્યું છે કે ગ્રાહકોની નબળી નેગોશિયેશન ક્ષમતાના લીધે આ ગેરરીતિ થાય છે અને સરકાર અન્ય દવાઓ પર પણ માર્જિન કેપિંગ લાવવા માટે હિસ્સેદારો સાથે ચર્ચા વિચારણા કરી રહી છે.
દવાઓની લૂંટ અંકુશમાં લાવવા માટેના કાયદાકીય અને વ્યવહારુ ઉપાયો
દવાની અતિશય કિંમતોના કૌભાંડને ડામવા માટે દેશના આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ નિષ્ણાતો તથા કાનૂની નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવેલા મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. એક, તમામ દવાઓ પર ટ્રેડ માર્જિનની નીતિ લાગુ કરવી જરૂરી છે. સરકારે માત્ર કેન્સરની દવાઓ પૂરતું ૩૦ ટકા ટ્રેડ માર્જિન મર્યાદિત રાખવાને બદલે તમામ પ્રકારની જનરલ, એન્ટીબાયોટિક, કાર્ડિયાક, ડાયાબિટીસ અને ક્રિટિકલ કેર દવાઓ પર ટ્રેડ માર્જિન ઔદ્યોગિક ધોરણો લાગુ કરવા જોઈએ. તેમાં ડીલરના ૧૦ ટકા અને કેમિસ્ટ ૨૦ ટકા તથા દવાનું ઉત્પાદન કરતી કંપનીના ઉત્પાદન ખર્ચ ઉપરાંત સરકાર નક્કી કરે તેટલા ટકાનો માર્જિનમાં સમાવેશ કરીને તેના પ્રમાણમાં કાયદાકીય રીતે કેપ મહત્તમ છૂટક કિંમત છાપવાની વ્યવસ્થા દાખલ કરવી જોઈએ. પરિણઆમેકંપનીઓ પ્રાઇસ ટુ રિટેલરથી વધારે મહત્તમ છૂટક કિંમત છાપી શકશે નહીં, જેથી કૃત્રિમ ડિસ્કાઉન્ટની રમત બંધ થશે.
DPCO (ડ્રગ્ઝ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર) અને NLEM નો દાયરો વધારવો
તેને માટે સરકાર નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ-એનએલઈએમ હેઠળ હાલ મર્યાદિત દવાઓ છે તેમાં વધારો કરી શકે છે. દવા નિયંત્રણ કાયદા-ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013 હેઠળ તમામ આવશ્યક અને નિયમિત ધોરણે વપરાતી બ્રાન્ડેડ તથા જેનરિક દવાઓને સિલિંગ પ્રાઇસ એટલે કે કિંમત મર્યાદાની અંદર લાવવી જોઈએ. બીજું, ડૉક્ટરો માટે માત્ર દવાનું રાસાયણિક નામ-જેનરિક નામથી જ પ્રિસ્ક્રિપ્શનમાં લખવું ફરજિયાત બનાવવું જરૂરી છે. ત્રીજું, એક જ સોલ્ટ (કેમિકલ કોમ્પોઝિશન) ધરાવતી તમામ કંપનીઓની દવાની મહત્તમ છૂટક કિંમત એકસમાન રહે તે માટે “એક દેશ, એક કિંમત” ની નીતિ ઘડવી જરૂરી બની ગઈ છે.
હોસ્પિટલોની કેમિસ્ટ શોપ્સની મિલીભગત પર અંકુશ લગાવે
હોસ્પિટલો દર્દીઓને પોતાના જ ઇન-હાઉસ ફાર્મસીમાંથી કે ઊંચી મહત્તમ છૂટક કિંમતવાળી બ્રાન્ડ ખરીદવા માટે મજબૂર કરે છે. આ માટે ઇન-હાઉસ ફાર્મસી પર સ્વતંત્ર ઓડિટ લાવવું અને દર્દીને બહારથી દવા ખરીદવાનો કાનૂની અધિકાર આપવો જોઈએ. એનપીપીએ દ્વારા ચાલુ કરવામાં આવેલી ‘ફાર્મા સહી દામ’ એપ અને આઈપીડીએમએસ 2.0 પોર્ટલનો બહોળો પ્રચાર કરવો જોઈએ. તેમ કરવાથી ગ્રાહક ખરીદી કરતી વખતે મૂળ ભાવ અને સરકારી કિંમત ચકાસી શકે છે.
માત્ર કેન્સરની જ નહિ દરેક દવાઓના માર્જિન નક્કી કરે
ગ્રાહકોની આર્થિક લૂંટ અટકાવવા માટે ટ્રેડ માર્જિન પર સમગ્ર ફાર્મા સેક્ટરમાં કાયદાકીય મર્યાદા નક્કી કરવી અત્યંત જરૂરી છે. જો સરકાર કેન્સરની દવાની જેમ તમામ દવાઓ પર ૩૦ ટકાનું માર્જિન કેપ લાગુ કરશે, તો દેશના સામાન્ય નાગરિકોને દવાના ખર્ચમાં ૫૦ ટકાથી ૭૦ ટકા સુધીની સીધી આર્થિક રાહત મળી શકશે. આ જ રીતે અન્ય બીમારીઓ એટલે કે હૃદય રોગ, ફેંફસાની બીમારી, તાવ, ખાંસી, ઉધરસ તથા અન્ય તમામ બીમારીઓ માટેની દવાઓની કિંમત છાપતા પહેલા દરેકના માર્જિન પણ નક્કી કરી દેવા જરૂરી છે.
Tags: Cancer Medicine Price Reduction Chemist Discount Reality Department of Pharmaceuticals Affidavit DPCO 2013 Price Regulations Drug price control India Fair Medicine Pricing India Generic vs Branded Medicine Price Healthcare Price Transparency High MRP Drug Malpractices High Trade Margin Medicines Hospital Consumable High Margins India Pharma Retail Margin Law Intas Pharma MRP Issue Medical Expenses Burden India Medicine Overpricing Solutions Medicine Price Inflation India National List of Essential Medicines NLEM Drug Price Caps NPPA Medicine Price Cap Oncology Drug Price Cap 30 Percent Patient Healthcare Exploitation Pharma Industry MRP Exploitation Pharma Retailer Margin Ceiling Pharma Sahi Daam app Pharma Trade Margin Abuse Pharmaceutical Pricing Policy India Price Control Order Essential Commodities Price to Retailer PTR vs MRP Reducing Medicine Costs India દવાના ભાવમાં લૂંટ Supreme Court Drug Pricing Case Supreme Court Hearing Medicine Prices Trade Margin Rationalization Unfair Trade Practice Medicine આરોગ્ય ખર્ચ રાહત ઇન્ટાસ ફાર્મા દવા કિંમત એનપીપીએ દવા ભાવ કેપ એમઆરપી અને ખરીદ કિંમત તફાવત ઔષધ ક્ષેત્રમાં ગેરરીતિ કેન્સરની દવાની કિંમતમાં ઘટાડો કેમિસ્ટ અને ડીલર નફો કેમિસ્ટ ૨૦ ટકા નફો ગુજરાત ફાર્મા ન્યૂઝ ગ્રાહક શોષણ અટકાવ જીવનરક્ષક દવાની કિંમત જેનરિક દવાનો ઉપયોગ ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન ડીલર માર્જિન કાયદો દર્દીઓનું આર્થિક શોષણ દવા ક્ષેત્રે કાયદાકીય સુધારા દવા ભાવ નિયંત્રણ કાયદો દવાઓ પર ડિસ્કાઉન્ટનું સત્ય દવાના ઊંચા ભાવ અંકુશ દવાના એમઆરપી પર અંકુશ દવાના બજાર ભાવ પારદર્શિતા દવાના ભાવ કંટ્રોલ ઓર્ડર દવાના વેપારીઓનો નફો દવાની કિંમત પર નિયંત્રણ દવાની દુકાનો પર ડિસ્કાઉન્ટ ફાર્મા સહી દામ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ સોગંદનામું મોંઘી દવાઓની લૂંટ સરકારી દવા ભાવ નીતિ સસ્તા ભાવે દવા મેળવવાનો રસ્તો સુપ્રીમ કોર્ટ દવાની કિંમત કેસ હોસ્પિટલ બિલિંગ લૂંટ
