અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી અપાઈ
- Team Vibrant Udyog
- Apr 6, 2022
- 2 min read

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨થી અદાણી યુનિવર્સિટી તેના શૈક્ષણિક અભ્યાસક્રમો શરુ કરશે.
વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.શૈક્ષણિક વર્ષ ૨૦૨૨થી અદાણી યુનિવર્સિટી તેના શૈક્ષણિક અભ્યાસક્રમો શરુ કરશે.
અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થાના ટ્રસ્ટી ડૉ. પ્રિતી જી.અદાણીએ જણાવ્યું કે ભારત ઉદ્યોગની કાર્યકુશળ માનવબળ અને વર્તમાન શિક્ષણ પદ્ધતિને પરિણામે નિર્માણ થતા કાર્યકુશળ માનવબળ વચ્ચે મોટો તફાવત છે. આ તફાવતને દૂર કરવા અદાણી યુનિવર્સિટી એક સેતુ બનવા માગે છે. ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણેના કૌશલ્ય વિકાસ કરવા પગલાં લેવા તે સમયની માગ છે. ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે “અદાણી યુનિવર્સિટીના માધ્યમથી કાર્યકુશળ માનવ બળ તૈયાર કરવા માટેનું એક નમૂનારૂપ મોડેલ ઉભું કરવાની અમારી ઇચ્છા છે. આ શિક્ષણ માટેનું આ મોડેલ ઉદ્યોગની જરુરિયાતો સાથે જોડાયેલું રહે તેવી અમારી ઇચ્છા છે. સમયની જરૂરિયાત પ્રમાણેનું સાચું જ્ઞાન, કૂશળતા અને યોગ્ય વલણ પ્રદાન કરે નવ યુવાન વિદ્યાર્થીઓને એક કુશળ વ્યવસાયી અને એક ઉત્તમ માનવી બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાના સમર્પણ ભાવ સાથે સક્રિય થાય તેવી અમારી ઇચ્છા છે. તેની સાથે જ વર્તમાન શિક્ષણ પદ્ધતિ અને વર્તમાન ઉદ્યોગની પ્રતિભાવંત માનવબળ માટેની જરૂરિયાત વચ્ચેનો ગાળો પૂરવા માગીએ”

ડૉ. પ્રિતી જી.અદાણીએ ઉમેર્યું કે “અદાણી યુનિવર્સિટીમાં જ્ઞાન આધારીત ઇકો સિસ્ટમ વિશ્વની વાસ્તવિક સમસ્યાઓને કારણે નિર્માણ થતી અસર ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને પરિવર્તક સંશોધનને પ્રોત્સાહન આપશે. અમે ઉત્પાદકતા વધારવા, સામાજિક અને રાષ્ટ્રીય એકતા, આધુનિકીકરણની પ્રક્રિયાને વેગવાન બનાવી સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન કરે તેવા એક પ્રોગ્રામનું નિર્માણ કરવા માગીએ છીએ.
અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થાની ખાનગી યુનિવર્સિટી સ્થાપવાની દરખાસ્તની તલસ્પર્શી અને સંભાળપૂર્વક છણાવટ કર્યા બાદ અને પરિવર્તક યુનિવર્સિટીની સ્થાપનાની અદાણી સમૂહની વિનંતી પરત્વે ગુજરાતના શિક્ષણ વિભાગની સક્ષમ સમિતિએ ચકાસણી કરીને ગ્રાહ્ય રાખી હતી. જેની ભલામણના આધારે રાજ્ય વિધાનસભાએ બહાલી આપી હતી.
Comments