ખેતી બૅન્કના ૫૦,૦૦૦ બાકીદારો માટે OTS જાહેર
- Team Vibrant Udyog
- Feb 3, 2022
- 2 min read

યોજનાનો લાભ લેનારાઓને સમાધાનની રકમના 25 ટકા પહેલા અને ત્યારબાદ છ મહિનાના હપ્તાઓમાં બાકી રકમ ચૂકવવાનો મોકો મળશે
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કના ૫૦,૦૦૦ બાકીદારોને નાણાંની પરત ચૂકવણી કરવા માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કૃષિ કલ્યાાણ અને સહકાર વિભાગે બીજી ફેબ્રુઆરીએ OTS-વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમને મંજૂરી આપીને રૂ. ૫૦૦ કરોડથી વધુ બાકી રકમની પાછી મેળવવાનું આયોજન કર્યું છે. ૩૦મી જૂન ૨૦૧૫ની સ્થિતિએ થયેલા ડિફોલ્ટર્સની કેટેગરીમાં મૂકાયેલા ખાતેદારોને વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનો લાભ આપવામાં આવશે. ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી આ યોજના હેઠળ અરજી કરવાની છૂટ આપવામાં આવી છે. ખેતી બેન્કમાં ભૂતકાળમાં ૧૫થી ૧૮ ટકા વ્યાજથી ધિરાણ કરવામાં આવેલા હતા. કુદરતી આપત્તિ કે સામાજિક સમસ્યાઓને પરિણામે ખેડૂતો ખેતી બેન્કને પરત આપી શક્યા ન હતા. તેઓ ડિફોલ્ટર ન ગણાય તે માટે બાકી ચૂકવવાની રકમમાંથી ચડત વ્યાજ અને દંડનીય વ્યાજની માફી આપીને વન ટાઈ સેટલમેન્ટની યોજનાનો લાભ આપવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. 2022ની બીજી ફેબ્રુઆરીથી સમાધાન યોજનાને અમલમાં મૂકાઈ છે. ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે ગુજરાતના ૫૦,૦૦૦ જેટલા ખેડૂતોની આર્થિક પરેશાની ઘટાડવા વન ટાઈણ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. આ યોજનાની મંજૂરી મેળવવા માટે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રયાસો ચાલતા હતા. આજે ગુજરાત સરકારે તેને મંજૂરી આપી છે. ખેતી બૅન્કના નવા ચૅરમૅન ડૉલર કોટેચાએ સહકાર સેલના વડા બિપીન પટેલના માધ્યમથી ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલનો સહયોગ મેળવીને સહકાર ખાતા મારફતે વન ટાઈમ સેટલમેન્ટની યોજના મંજૂર કરાવી છે. સેટલમેન્ટ યોજનાની વિગતો
1. રૂ. ૫ લાખ સુધીના બાકી રકમ સેટલમેન્ટ કરતી વખતે 25 ટકા રકમ ભરો બાકી રકમ છ-છ મહિનાના બે હપ્તામાં ચૂકવવી પડશે 2. ૫.01 લાખથી ૧૦ લાખ સુધીના બાકીદારો સેટલમેન્ટ વખતે ૨૫ ટકા રકમ જમા કરાવશે બાકી નાણાં છ માસે એક એવા ચાર હપ્તામાં જમા કરાવી શકશે 3. ૧૦ લાખથી વધુ રકમના બાકીદાર સમાધાનની નક્કી થયેલી રકમના ૨૫ ટકા સેટલમેન્ટ વખતે ભરશે બાકી રકમ છ માસના છ હપ્તામાં ચૂકવી શકશે
Comments