top of page

ગ્રેચ્યુઈટી ચૂકવવામાં ધાંધીયા કરતી કંપનીઓ ચેતી જાય

  • Team Vibrant Udyog
  • Feb 3, 2022
  • 2 min read

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કર્મચારીને ૧૫ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ગ્રેચ્યુઈટી ચૂકવવા કંટ્રોલિંગ ઓથોરિટીનો ઓર્ડર
લેબર કમિશનરની કચેરીની કંટ્રોલિંગ ઓથોરીટીએ ગ્રેચ્યુઈટી એક્ટની કલમ ૮ હેઠળ ચૂકાદો આપતા કર્મચારીને 15 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે નાણાં આપવા પડશે

અમદાવાદના નાયબ શ્રમ આયુક્તની કચેરીના કંટ્રોલિંગ અધિકારીએ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલના કર્મચારી મહેન્દ્ર ત્રિકમલાલ કાપડિયાને ૩૦ દિવસમાં ગ્રેચ્યુઈટી ન ચૂકવનાર હોસ્પિટલના સત્તાવાળાઓને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી ગ્રેચ્યુઈટીના નાણાં ચૂકવવાની તારીખ સુધી ૧૫ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને ગ્રેચ્યુઈટીના ન ચૂકવેલા નાણાં ચૂકવવાનો આદેશ 27મી જાન્યુઆરી 2022ના કર્યો છે. નોકરીના દસ વર્ષ થયા હોય તેને જ ગ્રેચ્યુઈટી મળે તેવી જોગવાઈ હોવાનું દર્શાવીને તેનાથી ઓછી નોકરી કરીને નિવૃત્ત કે છૂટા થતાં કર્મચારીઓને તેઓ ગ્રેચ્યુઈટી આપતા નહોતા. વાસ્તવમાં પાંચ વર્ષ થયા પછી ગ્રેચ્યુઈટી મેળવવાનો હક્કદાર બને છે.

ગ્રેચ્યુઈટી એક્ટની નોકરીના ૫ વર્ષ થયા પછી ગ્રેચ્યુઈટી આપવી જ પડે

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ-૧૯૭૨માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કર્મચારી નિવૃત્ત થાય તેના ૩૦ દિવસમાં તેને ગ્રેચ્યુઈટી ચૂકવી દેવાની આવે છે. પરંતુ તેને ગ્રેચ્યુઈટી ન ચૂકવવામાં આવે તો વિલંબના દરેક દિવસ માટે તેને વ્યાજ સાથે નાણાં ચૂકવવા પડે છે. શ્રમિકોના નેતા દલપતભાઈ પરમારનું કહેવું છે, “

નિવૃત્તિ પછી કે કોઈ કારણસર કર્મચારી નોકરી છોડે અને ગ્રેચ્યુઈટીના નાણાં લેવા માટે અરજી ન કરે તો પણ સંબંધિત સંસ્થાએ તે કર્મચારીને લેખિત જાણ કરવાની રહે છે કે તેની ગ્રેચ્યુઈટીની રકમ તૈયાર છે. તે લઈ લેવા માટે અરજી કરી દેવા જણાવવું પડે છે. આ કેસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટના સત્તઆ કામગીરી ન કરે તો તેને માટે સંસ્ધાને જ જવાબદાર ગણવામાં આવે છે. ગ્રેચ્યુઈટી એક્ટની કલમ ૭૩(એ)માં ૩૦ દિવસની જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈ મુજબ સામાન્ય રીતે ૧૦ ટકા સાદા વ્યાજ સાથે આ નાણાં ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે.


કર્મચારી ગ્રેચ્યુઈટી આપવા માટે અરજી ન કરે તો પણ નોકરીમાંથી છૂટા થયાના ૩૦ દિવસમાં જ ગ્રેચ્યુઈટી ઉપાડી લેવા માટે કંપનીએ કાયદાકીય જોગવાઈ મુજબ કર્મચારીને જાણ કરવી જ પડે

પરંતુ મહેન્દ્ર ત્રિકમલાલ કાપડિયા નામના સિવિલ હોસ્પિટલના કર્મચારીના કેસમાં ૧૦મી ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે કંટ્રોલિંગ ઓથોરિટીએ ૧૦ ટકા વ્યાજ સાથે ગ્રેચ્યુઈટીના નાણાં ચૂકવવાનો આદેશ કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ સિવિલના સત્તાવાળાઓએ તેમને ગ્રેચ્યુઈટીની ચૂકવણી કરી નહોતી. આ ચૂકાદા પછીય હોસ્પિટલના સત્તાવાળાઓએ પાંચ વર્ષ નહિ, ૧૦ વર્ષની નોકરી થાય તે પછી જ ગ્રેચ્યુઈટી આપવાને પાત્ર બને છે તેમ જણાવીને તે રકમ ચૂકવવાની ટાળી હતી. પરિણામે કર્મચારીએ ફરીવાર ગ્રેચ્યુઈટી માટે ક્લેઈમ મૂકીને કંટ્રોલિંગ ઓથોરિટી સમક્ષ ધા નાખી હતી. આ સંદર્ભમાં જૂના કોર્ટના જજમેન્ટો રજૂ કરવામાં આવ્યા બાદ કંટ્રોલિંગ ઓથોરિટીએ સંબંધિત કર્મચારીને ૧૫ ટકા ચક્રવૃદ્દિ વ્યાજ સાથે તેની ગ્રેચ્યુઈટીના રૃા. ૮૩,૪૯૦ ૧૫ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવા જણાવ્યું છે. કર્મચારીેને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી આજ દિન સુધીનું વ્યાજ ચૂકવવા જણાવવામાં આવ્યું છે.

ગ્રેચ્યુઈટી એક્ટની કલમ ૪(એ)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ નોકરીના ૫ વર્ષ પૂરા કર્યા હોય તેવા તમામ કર્મચારીઓ ગ્રેચ્યુઈટી મેળવવાના અધિકારી બની જાય છે. પરંતુ ઘણી કંપનીઓ ગ્રેચ્યુઈટી આપવા માટે ૧૦ વર્ષની સર્વિસ પૂરી થયેલી હોવી જરૂરી હોવાનું જણાવીને કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપતી નથી. કર્મચારી નોકરી દરમિયાન મૃત્યુ પામ્યો હોય અને તેણે ૨૪૦ દિવસથી વધુ નોકરી કરી હોય તો તેવા સંજોગમાં તેને ૫ વર્ષ ન થાય હોય તો પણ ગ્રેચ્યુઈટી આપવી પડે છે. તેણ જેટલા દિવસ કામ કર્યું હોય તેના સમપ્રમણમાં વર્ષના ૧૫ દિવસ લેખે ગ્રેચ્યુઈટી ચૂકવવી પડે છે. લક્ષ્મીબહેન ઇશ્વરલાલ પરમારના કેસમાં પણ આ જ પ્રકારનો ચૂકાદો આપવામાં આવ્યો છે.

Commentaires


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page