Stock Idea : ચેઈન સ્ટોર્સની કંપનીના શેરનું રોકાણ લાંબે ગાળે લાભદાયી બને
- Team Vibrant Udyog
- May 4, 2022
- 1 min read

BSE code: BOM: 543330
Devyani International Ltdના શેરનો ભાવ રૂ. 171ની આસપાસનો છે. કંપની કેએફસી, દિશા હાટ અને કોસ્ટા કોફી બ્રાન્ડ હેઠલ સ્ટોર્સની ચેઈન ધરાવે છે. કંપની ચાલુ નાણાંકીય વર્ષમાં બીજા 250 સ્ટોર્સ ઊભા કરી રહી છે. કંપનીનું હોમ ડિલીવરીનું વેચાણ ખાસ્સું વધી રહ્યું છે.
કંપનીની નફાકારકતામાં આકર્ષક વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે જ કંપનીનું ઓપરેટિંગ અને નેટ પ્રોફિટ માર્જિન પણ વધ્યું છે. કંપનીના શેર્સમાં DII, FII અને પ્રમોટર્સનો સ્ટેક ખાસ્સો મોટો છે. શેરમાં 155ની સપાટીએ સ્ટ્રોન્ગ સપોર્ટ છે. 155ની આસપાસનો સ્ટોપલૉસ રાખીને રૂ.165ની આસપાસના ભાવે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
ટૂંકા ગાળામાં શેરનો ભાવ રૂ. 190થી 195નો ભાવ બતાવી શકે છે. કંપનીએ જાહેર કરેલા પરિણામો આશા જગાવે તેવા છે. ટૂંકા અને મધ્યમ ગાળા માટે શેરમાં રોકાણ કરી શકાય છે. કંપનીનો શેર લાંબા ગાળા માટે ખરીદવો હોય તો રૂ. 130નો સ્ટોપલૉસ રાખીને રૂ. 160ની આસપાસ લેણ કરીને શકાય છે. સ્ટોક એસઆઈપી કરવી પણ રોકાણકારો માટે લાભદાયક બની શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments