top of page

આજે બજારમાં શુ કરશો?

  • Team Vibrant Udyog
  • Sep 20, 2022
  • 2 min read


સોમવારના રોજ બજાર પોઝિટીવ ખૂલ્યા બાદ નીચેના લેવલ દર્શાવ્યા હતા. ત્યારબાદ સુધારો દર્શાવી છેલ્લે પોઝિટીવ ઝોનમાં બંધ આવ્યા હતા. સેન્સેક્સ 58487ના, નિફ્ટી 17429 અને બેન્ક નિફ્ટી 40509ની નીચી સપાટીએ ગયા હતા. આગામી સપ્તાહ દરમિયાન આ લેવલ જ મહત્વના લેવલ તરીકે કાર્ય કરે તેવી સંભાવના છે. આ લેવલથી નીચે બંધ આવશે તો બજારમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી શકે છે.


માર્કેટ બ્રેડ્થની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાંથી 32 શેર્સના ભાવમાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી હતી. નિફ્ટી 500માં 297 શેર્સના ભાવ નેગેટિવ ઝોનમાં રહ્યા હતા. સમગ્રતયા બજારની તરેહ પર નજર રાખવામાં આવે તો નિફ્ટી અને સેન્સેક્સના સ્ટોક્સ પોઝિટીવ ઝોનમાં હતા. સમગ્રતયા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. સોમવારે નેટકો ફાર્માને દિલ્હી હાઈકોર્ટે તેની દવા લોન્ચ કરવાની મંજૂરી આપી તે મોટા સમાચાર હતા. ઓલેન્ટ્રા ગ્રીનને 123 ઇલેક્ટ્રિસ બસ માટે રૂ. 185 કરોડનો ઓર્ડર મળ્યો છે. અદાણી ગ્રીને મધ્યપ્રદેશમાં 325 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો છે. ઉપરાંત પીએસપી પ્રોજેક્ટને રૂ. 167 કરોડના ઓર્ડર મળ્યા છે. હીરો મોટોકોર્પ ઇલેક્ટ્રિસ વેહિકલના સેગમેન્ટમાં નવું મોડેલ નવરાત્રિ દરમિયાન લોન્ચ કરશે. ભારત સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. ક્રૂડ ઓઈલના પ્રોડક્શન પરનો વિન્ડફોલ ટેક્સ રૂ.13,300થી ઘટાડીને 10,500 કરવામાં આવ્યો છે. રિફાઈન્ડ તેલના પ્રોડક્શનમાં ડિઝલ પરનો વિન્ડફોલ ટેક્સ 13.50 રૂપિયા હતો તે ઘટાડીને રૂ. 10 કરવામાં આવ્યો છે. એટીએમ પરનો વિન્ડફોલ ટેક્સ રૂ. 9થી ઘટાડીને રૂ. 5 કરવામાં આવ્યો છે.


ઇલેક્ટ્રિસ વેહિકલની બેટરીમાં લિથિયમનો વપરાશ વધી ગયો હોવાથી લિથિયમનો ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે. અંબુજા સિમેન્ટના બોર્ડ દ્વારા કંપનીની 47.74 કરોડ વોરન્ટનું રૂ. 418.87ના ભાવે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ડિગોનો માર્કેટ શેર ઘટ્યો છે. બીજીતરફ સ્પાઈસ જેટનો માર્કેટ શેર પણ ઘટ્યો છે. ટાટાએ મેનેજમેન્ટ હાથમાં લીધું તે પછી એર ઇન્ડિયાનો માર્કેટ શેર વધ્યો છે.


સોમવારે પોઝિટિવ મુવમેન્ટ બતાવનારા શેર્સમાં ત્રિવેણી એન્જિનિયરિંગમાં 18 ટકા, ઓવોકો વિસ્ટાસમાં 11 ટકા અને અંબુજા અને ઇન્ડિયા સિમેન્ટમાં 9-9 ટકા અને બીપીએનબી હાઉસિંગમાં 8 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. સોમવારે કેનફિનમાં 7 ટકા, કરુર વૈશ્ય બેન્કમાં 6.5 ટકા, વેસ્ટલાઈફમાં 5.75 ટકા અને જીએનએફસીમાં 5 ટકા અને સેન્ચુરી પ્લાય બોર્ડમાં 4.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


વોલ્યુમની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એડવાન્સ એન્જિનિયરિંગના વોલ્યુમમાં 36 ગણો, વીવી સ્પેશિયાલિટીમાં 26 ગણો, વીએસપી ઇન્ડસ્ટ્રીઝમાં 25 ગણુ, ત્રિવેણી એન્જિનિયરિંગમાં 16 ગણુ અને એસ્કોર્ટમાં 9 ગણુ વોલ્યુમ જોવા મળ્યુ હતું.


સોમવારે નવા હાઈ પર પહોંચનારા શેર્સમાં અંબુજા સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ, એસ્કોર્ટ, કોર્ટિસ હેલ્થકેર મઝગાંવ ડૉક અને વેલસ્પન કોર્પોરેશનનો સમાવેશ થાય છે. સોમવારે નીચી સપાટીએ પહોંચેલા શેર્સમાં એસઆઈએસ સિસ્ટમ્સ, બિરલા સોફ્ટવેર, મેટ્રોપોલીસ હેલ્થકેર, નાસ્ડેક, નેન્સા ટેક્નોલોજી મુખ્ય હતા. સમગ્રતયા બજારનો વિચાર કરીએ તો માર્કેટમાં સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી હતી. તેમજ જે શેર્સમાં મંગળવારે અને ટૂંકા ગાળામાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે તેમાં ડિશ ટીવી અને કર્ણાટક બેન્ક મુખ્ય છે. મિડકેપ શેર્સમાં વાર્ટેક રાબક અને બ્રિક વૉલ સારા લેવલ દર્શાવી શકે તેમ જણાય છે. તદુપરાંત જેએસડબ્લુય એનર્જી, ગેબ્રિયલ ઇન્ડિયા અને પૂનાવાલા ફિનકોર્પ ટૂંકાથી મધ્યમ ગાળાના રોકાણ માટે વિચારી શકાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રાએ સારો બ્રેકઆઉટ આપ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં આગામી દિવસોમાં સુધારો જોવા મળી શકે છે. સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળશે. હાલમાં વૈશ્વિક માર્કેટની મુવમેન્ટની શરૂઆત નેગેટીવ થઈ છે. બધાં જ ફ્યુચર્સ નેગેટીવ ટ્રેન્ડ કરી રહ્યા છે. યુરોપિયન માર્કેટ પણ નેગેટીવ ઝોનમાં ટ્રેન્ડ કરી રહ્યા છે.


નિલેશ કોટક,

ધનવર્ષા ફિનકોર્પ પ્રા.લિ.

Comentários


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page