આજે સ્ટોક માર્કેટમાં ઊછાળે વેચવાલી જોવા મળી શકે
- Team Vibrant Udyog
- Oct 12, 2022
- 2 min read

આજે સ્ટોક માર્કેટમાં ઊછાળે વેચવાલી જોવા મળી શકે
- નિફ્ટી 17,600નું લેવલ તોડે તો મોટો ઘટાડો આવી શકે
મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 843 પોઈન્ટ અને નિફ્ટી 257 પોઈન્ટ ઘટીને બંધ આવ્યા હતા. મંગળવારે બધાં જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ આવ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ 4.4 ટકા વધી 20.49 પર બંધ આવ્યો હતો. સેન્સેક્સ 57,500ની નીચે જ્યારે નિફ્ટી 17000ની નીચે બંધ આવ્યો હતો તે નેગેટિવ નિશાની છે. મંગળવારે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50માંથી 47 શેર્સ અને નિફ્ટી 500માંથી 443 સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એફઆઈઆઈની વેચવાલી મોટા પાયે ચાલુ જ છે. મંગળવારે એફઆઈઆઈએ રૂ. 4600 કરોડની વેચવાલી કરી હતી. 10મી ઓક્ટોબરે એફઆઈઆઈએ રૂ. 2100 કરોડનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનાના પહેલા દસ જ દિવસમાં એફઆઈઆઈએ રૂ. 6700 કરોડનું કુલ વેચાણ કર્યું છે. સપ્ટેમ્બર 2022માં રૂ. 18,300 કરોડનું વેચાણ કર્યું હતું. મંગળવારે જે શેર્સમાં પોઝિટીવ ટ્રેન્ડ અને ભાવ વધારો જોવા મળ્યો તેમાં કલ્પતરુ પાવરમાં 4.7 ટકા, કેઆરબીએલ 4.6 ટકા, સ્ટાર સિમેન્ટ 3.6 ટકા, રૂટ મોબાઈલ 2.9 ટકા અને એડિલબર્ગ સિમેન્ટ 2.8 ટકાના ભાવ વધારાનો સમાવેશ થાય છે.
બીજીતરફ જે શેર્સમાં નેગેટીવ ટ્રેન્ડ એટલે કે મોટો ઘટાડાનો દોર જોવા મળ્યો તેમાં મુખ્યત્વે ઇન્ડિયા સિમેન્ટ 11.3 ટકા, મઝગાંવ ડૉક 7.4 ટકા, વેલસ્પન કોર્પોરેશન 5.9 ટકા, તેજસ નેટવર્ક 5.6 ટકા અને જેએસડબ્લુય અનર્જી 5.3 ટકાનો સમાવેશ થાય છે. જે શેર્સમાં આજે નોંધપાત્ર પ્રમાણમાં વોલ્યુમ જોવા મળ્યું તેમાં મોતીલાલ ઓસવાલમાં નોર્મલ કરતાં 13.8 ગણુ, કલ્પતરુ પાવરમાં 10.6 ગણુ, સ્ટાર સિમેન્ટમાં 7.5 ગણુ, શિપિંગ કોર્પોરેશનમાં 7.1 ગણુ, ઇન્ડસઇન્ડ બેન્કમાં 6.6 ગણું વોલ્યુમ જોવા મળ્યું હતું.
જે શેર્સે આજે બાવન અઠવાડિયાની નવી ઊંચી સપાટી બનાવી તેમાં કલ્પતરુ પાવર, સ્ટાર સિમેન્ટ, શ્રીજી પાવર, રેણુકા સુગર અને શોપર્સ સ્ટોપ મુખ્ય છે. જે શેર્સે આજે બાવન અઠવાડિયાની નીચી સપાટી બતાવી તેમાં ઇન્ટલેક્ટ ડ્યૂરેન્ડ, બાયોકોન, માસ્ટેક, મોરિકલ ફાઈનાન્સ અને શિલ્પા મેડિકેરનો સમાવેશ થાય છે.
ડેરીવેટીવ્સમાં જે શેર્સમાં એગ્રેસિવ રીતે નવી લોન્ગ પોઝિશન બનાવવામાં આવી તેમાં ચમ્બલ ફર્ટિલાઈઝર અને નિક્સોન ટેક્નોલોજી મુખ્ય હતા. બીજી તરફ જે શેર્સમાં એગ્રીસિવ શોર્ટ પોઝિશન બનાવવામાં આવી તેમાં ઇન્ડસઇન્ડ બેન્ક, ડેલ્ટા કોર્પ, ઇન્ડિયા માર્ટ અને રામપુર સિમેન્ટનો સમાવેશ થાય છે
જે શેર્સમાં આજે લોન્ગ પોઝિશન ઊભી હતી તેવા શેર્સમાં દીપક નાઈટ્રાઈટ, શાંતિ વી. જિન્દાલ અને આઈસીઆઈસીઆઈ બેન્ક મુખ્ય હતા. જે શેર્સમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું તેવા શેર્સમાં બાટા ઇન્ડિયા, કોન્કોર ઇન્ડિયા, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અને આઈડીએફસી મુખ્ય હતા.
બુધવારે માર્કેટમાં જે શેર્સમાં પોઝિટિવ મુવમેન્ટ દર્શાવે તેવા શેર્સમાં ગ્લેન્ડ ફાર્મા, હેક્ઝો ઇન્ડિયા, ગરવારે ટેકનિકલ ફાઈબર અને સન ટીવીનો સમાવેશ થાય છે. તેમ જ નેગેટિવ મુવમેન્ટની શક્યતા દર્શાવતા શેર્સમાં જેએસડબ્લ્યુ એનર્જી, એસ્ટ્રા ડીએમ, હિમાચલ ફ્યુચરિસ્ટીક અને સિઆટ લિમિટેડ મુખ્ય છે. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટીવ થયો છે તેમાં એક્સિસ બેન્ક મુખ્ય છે. જે શેર્સનો સુપર ટ્રેન્ડ નેગેટીવ થયો છે તેમાં આઈશર મોટર્સ, ક્રોમ્પટન ગ્રીવ્સ કન્ઝ્યુમર્સ, હેવેલ્સ ઇન્ડિયા, અનુપમ રસાયણ અને એસેલ પ્રોપેક મુખ્ય છે. બોલિન્ગર બેન્ડ પ્રમાણે અપર બેન્ડની ઉપરની તરફ બંધ આવ્યા છે તેવા શેર્સમાં કેઆરબીએલ અને કલ્પતરુ પાવર મુખ્ય છે. બોલિન્ગર બેન્ડ પ્રમાણે નેગેટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેમાં મિશ્ર ધાતુ, મઝગાંવ ડૉક, મહિન્દ્રા સીઆઈ અને એનએમડીસી મુખ્ય છે.
વૈશ્વિક માર્કેટના ટ્રેન્ડની વાત કરીએ તો ટ્રેન્ડ વોલેટાઈલ અને નેગેટીવ જોવાયો છે. વિશ્વના બજારો અત્યારે નેગેટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. ડાઉજોન્સ ફ્યુચર અને નાસ્ડેક ફ્યુચર બંનેમાં નેગેટિવ ઝોનમાં મુવમેન્ટ જોવા મળી રહી છે. બજારમાં સમગ્રતયા સેન્ટિમેન્ટની વાત કરવામાં આવે તો ઊછાળે વેચવાલીનું વલણ જોવા મળી શકે છે. નિફ્ટી 17,600ની ઉપર ન આવે ત્યાં સુધી વેચવાલી જોવા મળી શકે. બજાર 16700નું લેવલ તોડે તો મોટો ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments