top of page

TCS 4500ના ભાવે શેર્સનું Buyback કરશે

  • Team Vibrant Udyog
  • Jan 13, 2022
  • 2 min read

બાયબેક માટે કંપની કુલ રૂ. 18000 કરોડનો ખર્ચ કરશેઃ પ્રમોટર પાસે કુલ 72.19 ટકાનું હોલ્ડિંગ
TCS શેરદીઠ રૂ. 7નું ડિવિડંડ આપશે

ટીસીએસ શેરદીઠ રૂ. 4500ના ભાવે 4 કરોડ શેર્સનું બાયબેક કરશે. બાયબેક કરવા માટે કંપની રૂ. 18000 કરોડનો ખર્ચ કરશે. ટીસીએસના બાયબેકનું કદ કુલ શેરમૂડીની ભરપાઈ થયેલી મૂડીના 1.08 ટકા જેટલી છે. ટીસીએસના શેરના છેલ્લા ટ્રેડિંગ પ્રાઈસથી 16.67 ટકા ઊંચા ભાવ આપીને શેરદીઠ રૂ. 4500ના ભાવે શેર્સ બાયબેક કરશે. બીજી તરફ ટીસીએસના ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં TCSનો ત્રીજા ત્રિમાસિક ગાળાનો નફો રૂ. 9769 કરોડનો થયો છે. સ્ટોક એક્સચેન્જની યંત્રણાનો ઉપયોગ કરીને ટેન્ડર ઓફર રૂટથી સમપ્રમાણની પદ્ધતિએ કંપની બાયબેક કરશે. બાયબેકની સાઈઝમાં ટ્રાન્ઝેક્શન ખર્ચ, વેરા ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં ન આવ્યો હોવાનું કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ બાયબેક માટે પણ શેરહોલ્ડરની મંજૂરી મેળવવામાં આવશે. પોસ્ટલ બેલટથી આ મંજૂરી લેવામાં આવશે. બાયબેક અંગેના નિયમો અને નિયંત્રણોને આધીન રહીને બાયબેક કરવા માટેના સમયગાળાની, તેને માટેની પ્રક્રિયાની તથા અન્ય જરૂરી વિગતોની જાહેરાત કરવામાં આવશે.

આ બાયબેક માટે પણ શેરહોલ્ડરની મંજૂરી મેળવવામાં આવશે. પોસ્ટલ બેલટથી આ મંજૂરી લેવામાં આવશે. બાયબેક અંગેના નિયમો અને નિયંત્રણોને આધીન રહીને બાયબેક કરવા માટેના સમયગાળાની, તેને માટેની પ્રક્રિયાની તથા અન્ય જરૂરી વિગતોની જાહેરાત કરવામાં આવશે. આ બાયબેક ચાલુ થાય તે પૂર્વે ટીસીએસના નવ પ્રમોટરોનું કુલ હોલ્ડિંગ 72.19 ટકા શેર્સનું છે. બેન્કો, મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓ પાસે મળીને ટીસીએસના 7.8 ટકા શેર્સ છે. એફપીઆઈ અને એફઆઈઆઈ પાસે 15.23 ટકા હોલ્ડિંગ છે. છૂટક રોકાણકારો પાસે માત્ર 3.88 ટકા શેર્સ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના જાહેર કરવામાં આવેલા પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો 1.51 ટકા વધીને રૂ. 9769 કરોડ થયો છે. તેમ જ ડૉલરના મૂલ્યમાં કંપનીની આવક અપેક્ષા કરતાં થોડી વધારે થઈ છે. જોકે વેરા પૂર્વેની આવક રૂ. 12237 કરોડ થઈ છે. આ આવક રૂ. 12700 કરોડની થવાનો અંદાજ હતો. અંદાજ કરતાં તેમાં થોડો ઘટાડો થયો છે. કંપનીની ત્રિમાસિક ગાળાની આવક 4.31 ટકા વધીને રૂ. 48885 કરોડ થઈ છે. ડૉલરના મૂલ્યમાં આવક ત્રિમાસિક ધોરણે 3 ટકા વધીને 6524 મિલિયન ડૉસર થઈ છે. ડૉલરના મૂલ્યમાં રૂ. 6482 મિલિયનની આવક થવાની ધારણા રાખવામાં આવી હતી. વેરા પૂર્વના માર્જિનની 26 ટકાની અપેક્ષા સામે 25 ટકા થયા છે.

ટીસીએસને નવા 7.6 અબજ ડૉલરના ઓર્ડર મળ્યા છે. 2021-22ના નાણાંકીય વર્ષના પહેલા નવ માસમાં ટીસીએસની કુલ ઓર્ડર બુક 23.3 અબજ ડૉલરની થઈ છે. કંપનીએ શેરદીઠ રૂ. 7નું ડિવિડંડ આપવાની જાહેરાત કરી છે.



Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page