મેવાડા હિરેન એસોસિયેટ્સઃ બદલાતા સમય સાથે તાલ મિલાવીને ચાલતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગની ટ્રેન્ડ સેટર ફર્મ
- Team Vibrant Udyog
- Jun 16, 2021
- 3 min read
Updated: Jul 5, 2021
રેસિડન્શિયલ, કોમર્શિયલ અને ઓફિસના પ્રોજેક્ટ્સ ઉપરાંત 4 લાખ ચોરસ ફૂટમાં વિસ્તરેલા ફાર્મા હાઉસની ડિઝાઈન પણ મેવાડા એસોસિયેટ્સની સફળતાની ગાથાનો એક હિસ્સો

સમય સાથે બધા જ ક્ષેત્રે ટ્રેન્ડ બદલાતા રહે છે. ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો ટ્રેન્ડ પણ આમાં અપવાદ નથી. એક સમય હતો જ્યારે લોકો મોટા ટેબલ એટલે કે આઠ ફૂટ બાય ચાર ફૂટના ટેબલ બનાવવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે લોકો ફાઈલ અને ચોપડા કરતા કોમ્પ્યુટર્સ અને લેપટોપ પર વધારે કામ કરે છે. એટલે જ હવે ટ્રેન્ડ આવ્યો છે કોમ્પેક્ટ ફર્નિચરનો. આર્કિટેક્ચર અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ક્ષેત્રની અગ્રણી ફર્મ મેવાડા હિરેન એસોસિયેટ્સ આ ક્ષેત્રે હંમેશાથી ટ્રેન્ડ સેટર ફર્મ રહી છે. એક હજાર ચોરસ ફૂટ જગ્યામાં 20 જણા કામ કરી શકે તેવી ડિઝાઈનની હમણા બોલબાલા છે ત્યારે આર્કિટેક્ટ અને ડિઝાઈનર હીરેન મેવાડાનું કહેવું છે, "કોમ્પ્યુટર પર કામકાજ વધી ગયું હોવાને કારણે લોકો ઓછી જગ્યામાં વધુ લોકો બેસી શકે તેવા ફર્નિચરને પસંદ કરતા થયા છે. આ મિનિ ફર્નિચરનો યુગ છે. હવે ચોરસફૂટ દીઠ રૂ. 1500થી 3000ના ખર્ચમાં સારામાં સારી ઑફિસ તૈયાર થઈ શકે છે. જો શો રૂમ્સ બનાવવા હોય તો ચોરસ ફૂટ દીઠ રૂ. 2500થી માંડીને રૂ. 5000નો ખર્ચ કરીને આકર્ષક જગ્યા તૈયાર કરી શકાય છે." મેવાડા હિરેન એસોસિયેટ્સ આ તમામમાં માસ્ટરી ધરાવે છે. બદલાતા ટ્રેન્ડ અંગે વાત કરતા મેવાડા જણાવે છે કે ફર્નિચર ડિઝાઈનના ક્ષેત્રમાં આજકાલ સ્ટ્રેઇટ ડિઝાઈનનું ચલણ વધારે જોવા મળે છે. કર્વેચર ડિઝાઈન હવે ઓલ્ડ ફેશન ગણવામાં આવે છે. તેની સાથે ગ્રીન ફર્નિચર વુડ, વ્હાઈટ વુડ, બોરો ટીકવુડ અને ઇકો વુડનો પણ ટ્રેન્ડ ચાલુ થયો છે. બર્મા ટીક, ઘાના ટીક તેની પેરેલલ જ આવે છે. આ તમામ વુડ લાઈફ લોન્ગ ચાલે તેવા હોય છે. ફર્નિચરમાં વ્હાઈટનો કોન્સેપ્ટ પણ બહુ જ ચાલ્યો છે. યુરોપિયન લૂકનું ફર્નિચર બનાવવાનું પણ ખાસ્સા લોકો પસંદ કરતાં થયા છે. જો કે મિલ્કીવ્હાઈટના આ સમયમાં ઘાના અને બર્મા ટીકના ફર્નિચરને વ્હાઈટ લૂક આપી શકાતો નથી. બિઝનેસ યુનિટ હોય કે પછી ઓટોમોબાઈલ કંપની હોય અથવા તો કોર્પોરેટ હોય તમામમાં આ ટ્રેન્ડ ખાસ્સો પોપ્યુલર છે. તેમણે સમગ્ર ભારતમાં મળીને પાંચસોથી વધુ હાઈ એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. ડિઝાઈનિંગ વર્ક એ તેમની ખાસિયત છે. રહેઠાણ હોય, કોમર્શિયલ યુનિટ હોય કે પછી બંગલો હોય, દરેકમાં તેમની માસ્ટરી છે. ઓફિસ, શૉરૂમ અને સાયબર કાફે, રેસ્ટોરાં અને હોટેલ્સ દરેક ક્ષેત્રના આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઈનની સર્વિસ તેઓ આપે છે. હિરેન મેવાડા એસોસિયેટ્સ આર્કિટેક્ચર પ્લાનિંગ, ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, ફર્નિચર ડિઝાઈનિંગ, લાઈટિંગ ડિઝાઈન, પ્રોજેક્ટ મેનેજમેન્ટની સેવાઓ આપવા ઉપરાંત ટર્ન કી ઓપ્શન્સ પણ પૂરા પાડે છે. તેમની ગ્રુપ કંપનીઓમાં પ્રોજેક્ટ ડેવલપર અને કન્સલ્ટન્ટ્સ માનિક્યમ પ્રોજેક્ટ્સ, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઈન અને મેનેમજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, એચ.જે. એસોસિયેટ્સ, પ્રોજેક્ટ ડેવલપર એમરોન ઇન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ તથા ઇન્ટિરિયર ડિઝાઈનર કંપની એચ.જે. ડિઝાઈન્સનો સમાવેશ થાય છે. મુંબઈમાં તેમણે અભ્યાસ કર્યો છે. નોસેર વાડિયા એન્ડ એસોસિયેટ્સમાં કામ કરીને આ ક્ષેત્રનો અનુભવ મેળવ્યો છે. ભારતમાં મોંઘામાં મોંઘી પ્રોપર્ટીની કિંમત ધરાવતા શહેરમાં ઓછામાં ઓછી જગ્યામાં વધુ ને વધુ સગવડ આપવાની જરૂર હોવાની તાલીમ તેમણે તેમની કારકીર્દિના આરંભમાં મુંબઈમાં જ કામ કરીને મેળવી હોવાથી આ કળામાં તેઓ માહિર છે. તેમની ક્લાયન્ટ્સ પ્રોફાઈલ સંગીન છે. તેમાં રીડ એન્ડ ટેઈલર, દિગ્જામ (એલનસોલી, વાન હુસૈન, લૂઈ ફિલિ, પીટર ઇન્ગ્લેન્ડ, ગ્રીનવુડ રિઝોર્ટ્સ, સ્ટાર હોટેલની કેટેગરીમાં આવતી રિવેયેરા હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, ઓસવાલ ફૂડ મોલ, હોટેલ ગોકુલ પ્રાઈવેટ લિમિટેડ, દાદી ડાઈનિંગ હોલ, આંગન રેસ્ટોરાં, સંગમ રેસ્ટોરાં, વિપુલ દૂધિયા સહિત 50થી વધુ સ્વીટ શૉપ, મરક્યૂરી સાઈબર કાફે આસોપાલવ સાડીનો શૉરૂમ, ઓસવાલ ફૂડ મોલ, શ્યામ સુન્દર ટેસ્ટ મોલ, સ્વાદિયા ગ્રુપના જ્વેલર્સ ફોનએન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ(ઓફિસ)નો સમાવેશ થાય છે. આઈઆરએમ પ્રાઈવેટ લિમિટેડ-નાંદોલી, વારિયા એન્જિનિયરિંગ ઉપરાંત અમદાવાદ એડલિન હાઉસ તથા સ્ટાર હોટેલ્સના પણ મોટા પ્રોજેક્ટ્સ તેમને પૂરા કર્યા છે. તેમાં હોલી ડે ઇન શ્રીલંકા, દિલ્હી સન એર, ગોવાના મીરામારમાં પામ બીચ પર આવેલી મેરિયેટનો પણ સમાવેશ થાય છે. મેરિગોલ્ડ હોટેલ પણ તેમનો એક મોટો અને આકર્ષક પ્રોજેક્ટ છે. મહેસાણાની યોરો ક્લબ પણ તેમણે જ ડિઝાઈન કરેલી છે. ગ્રુપ ઓફ ઇન્ફિમિયમ ટોયોટાના મોટા કામકાજ કરવાનો ભરપૂર અનુભવ તેઓ ધરાવે છે. રેડીમેડ ગારમેન્ટના શૉ રૂમ્સના ફર્નિચરની ડિઝાઈન્સ તેમણે કરેલી છે. હોલસેલ રિટેઈલના 100 પ્લસ શૉ રૂમ તેમણે તૈયાર કરેલા છે. લાયન્સ ક્લબની હોસ્પિટલ્સ, બ્લડ બેન્ક, આંખની હોસ્પિટલ્સના પ્રોજેક્ટ્સ પણ તેમણે કર્યા છે. તેમના પ્રોજેક્ટ્સમાં વિવિધતા ઊડીને આંખે વળગે તેવી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં 4 લાખ સ્ક્વેર ફૂટનો આદિત્ય ગ્રીનનો ફાર્મ હાઉસ પ્રોજેક્ટ પણ તેમણે કરેલો છે. મણિનગરમાં સવા લાખ સ્ક્વેર ફૂટમાં આદિત્ય એન્ક્લેવનો પ્રોજેક્ટ કરેલો છે. અઢી લાખ સ્ક્વેર ફૂટમાં આદિત્ય ગેલેક્સિનો રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીનો પ્રોજેક્ટ તેમના નામે બોલે છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં સેલિબ્રિટી રેસિડન્સીનો 15000 ચોરસ ફૂટનો પ્રોજેક્ટ તેમણે કરેલો છે. તદુપરાંત છેલ્લા દસ વર્ષથી પ્રોજેક્ટ ડેવલપર તરીકે પણ તેમનું ગ્રુપ સક્રિય છે. હાલ કંપની બિલ્ડકોન એલએલપી, આદિત્યનાથ આર્કેડ એલએલપી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સના કામ કરી રહી છે.
Comments