• 24 October, 2026 - 8:56 AM

સેબીએ રિસર્ચ એનાલિસ્ટ્સ માટે કોલ રેકોર્ડિંગના નિયમો સરળ કર્યાઃ એનાલિસ્ટ્સ અને રોકાણકારો પર શું અસર પડશે?

સેબીએ રિસર્ચ એનાલિસ્ટ્સ માટે કોલ રેકોર્ડિંગના નિયમો સરળ કર્યાઃ એનાલિસ્ટ્સ અને રોકાણકારો પર શું અસર પડશે?

ભારતીય શેરબજારના નિયામક સેબીએ ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રિસર્ચ એનાલિસ્ટ્સ માટે કમ્પ્લાયન્સનો બોજ ઘટાડવા અને ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ સુધારો જાહેર કર્યો છે. નવા ફેરફાર મુજબ રિસર્ચ એનાલિસ્ટ્સ માટે સંસ્થાકીય રોકાણકારો (ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ) સાથેની દૈનિક કે ટેલિફોનિક વાતચીતનું કોલ રેકોર્ડિંગ રાખવું હવે ફરજિયાત રહેશે નહીં.

વિદેશી અને દેશી મોટો ફંડ હાઉસ કે સંસ્થાકીય રોકાણકારો સાથે દૈનિક ધોરણે કલાકો સુધી ચાલતી ચર્ચાઓનું ઓડિયો રેકોર્ડિંગ જાળવવાનો અને તેનું ડેટા સ્ટોરેજ કરવાનો મોટો ખર્ચ અને તકનીકી બોજ ઘટશે. એનાલિસ્ટ્સ અને ફંડ મેનેજર્સ વચ્ચે અનૌપચારિક અને ઝડપી વિચારોનું આદાન-પ્રદાન સરળ બનશે. જો ઈમેલ, મેસેજ કે સાઈન કરેલા ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ જેવા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ઉપલબ્ધ હશે, તો સેબી સમક્ષ લેખિત પુરાવા રહેશે. કોલ રેકોર્ડિંગનો આગ્રહ હટાવી લેવાને કારણે, કંપની મેનેજમેન્ટ અથવા પ્રમોટર્સ સાથેની અનઓફિશિયલ અંકલેટેડ વાતચીત વધવાની શક્યતા રહેશે. તેનાથી કેટલીકવાર કંપનીના દબાણ કે ઈશારા પર આધારિત અન-ઓફિશિયલ ઈનસાઈટ્સ કે ટિપ્સનું આદાન-પ્રદાન થવાનું જોખમ વધી શકે છે, જે ઓડિયો ટેપ ન હોવાથી પકડવું મુશ્કેલ બની શકે.

એનાલિસ્ટ્સના વિશ્લેષણથી દોરવાઈને નિર્ણય લેનારા રોકાણકારો પર અસર

આ નિયમમાં છૂટછાટ માત્ર સંસ્થાકીય રોકાણકારો માટે છે. સામાન્ય રિટેલ ગ્રાહકો સાથેના સંવાદ માટે ઓડિયો, ઈમેલ કે એસએમએસ જેવા કાયદાકીય પુરાવાઓ રાખવા હજુ પણ અનિવાર્ય છે. તેથી રિટેલ રોકાણકારો માટે સુરક્ષા કવચ યથાવત રહે છે. મોટી સંસ્થાઓ (FIIs/DIIs) અને એનાલિસ્ટ્સ વચ્ચેની પડદા પાછળની વાતચીતનું ઓડિયો ટ્રેકિંગ ન હોવાથી, જો કોઈ અનઓફિશિયલ માહિતીના આધારે મોટો સોદો થશે, તો તેનાથી શેરના ભાવમાં આવતા અચાનક ઉછાળા-ઘટાડાથી સામાન્ય રોકાણકારો દોરવાઈ શકે છે. જો સંસ્થાકીય લેવલે કોઈ ગેરસમજ કે વાંધો ઊભો થાય, તો ઓડિયો રેકોર્ડિંગના અભાવે માત્ર લેખિત ઈમેલ કે કમ્યુનિકેશન પર નિર્ભર રહેવું પડશે.

સેબીના નવા નિયમ

 ડીજિટલ ફૂટપ્રિન્ટ જ જરૂરી: સેબીએ સ્પષ્ટતા કરી છે કે જો કસ્ટમર સાથેનો સંવાદ ઈમેલ, એસએમએસ કે અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થયો હોય અને તેની ડિજિટલ છાપ ઉપલબ્ધ હોય, તો ઓડિયો રેકોર્ડિંગની જરૂર રહેશે નહીં.

રેકોર્ડ પાંચ વર્ષ જાળવી રાખો: એનાલિસ્ટ્સે સેવાઓ સંબંધિત તમામ રેકોર્ડ્સ (ઈમેલ, એસએમએસ, સાઈન કરેલા કાગળો) ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી જાળવી રાખવાના રહેશે.

વિવાદના કિસ્સામાં: જો કોઈ ક્લાયન્ટ સાથે વિવાદ ઊભો થાય અથવા સેબી તરફથી ચોક્કસ નિર્દેશ આવે, તો તે કેસનો સંપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે રેકોર્ડ્સ સાચવી રાખવા પડશે.

અમલની તારીખ: આ નવો નિયમ ૮ નવેમ્બર ૨૦૨૬ થી અમલી બનશે.

Read Previous

RBIના ફોરેક્સ નિયમોના ૨૩ દિવસ પછી પણ અસમંજસમાં, સ્પષ્ટતાના અભાવથી નિકાસકારો તકલીફમાં

Most Popular