મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સરેરાશ ગ્રોથ કરતાં વધુ સારુ પરફોર્મન્સ આપતા બે શેર્સ

ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ બંને શેર્સ મજબૂત છે, પરંતુ ઇન્વેસ્ટર્સનું ધ્યાન બંને કંપનીઓના શેર્સ તરફ ખેંચાયું ન હોવાનું જણાય છે
ભારતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશના GDPમાં લગભગ 17 ટકાનો ફાળો આપે છે. તેમ જ દેશમાં 2.7 કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ‘Make in India’ અને PLI-પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ જેવી સરકારી યોજનાઓની મદદથી મેન્યુફેક્ચરિંગનો હિસ્સો આગામી વરસોમાં 25 ટકા સુધી લઈ જવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે. કેન્દ્ર સરકાર વધુ રોજગારી નિર્માણ થાય તેવું લક્ષ્યાંક ધરાવે છે. આ પરિસ્થિતિમાં એવા મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સારી કંપનીઓના સારુ માર્કેટ પરફોર્મન્સ આપતા શેર્સ રોકાણ કરવાનું આયોજન કરી શકાય છે. શેર્સ પણ ફંડામેન્ટલની દ્રષ્ટિએ મજબૂત હોવા જોઈએ અને Value Stockના કડક માપદંડોમાં પાસ થતાં હોવા જોઈએ.
આ વેલ્યુ સ્ટોકને પસંદ કરવા માટે ખાસ કરીને પાંચ મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી પહેલા તો કંપનીના શેરના P/E રેશિયો (Price to Earnings)ને જોવામાં આ છે. દરેક રૂ. 1ના નફા સામે તમે કેટલું ચૂકવો છો પી.ઈ. રેશિયો દર્શાવે છે. પી.ઇ. રેશિયો તમે જે શેર ખરીદવા માગો છો તે શેર મોંઘો છે કે સસ્તો તે સમજવામાં પણ મદદ કરે છે.
બીજું કંપનીનો D/E રેશિયો એટલે કે Debt to Equity રેશિયોનો જોવામાં આવે છે. તેના પરથી ખબર પડે છે કે કંપનીએ પોતાના મૂડીની સરખામણીમાં કેટલું કરજ લીધું છે તે જ દર્શાવે છે.
ROCE (Return on Capital Employed) પણ શેરમાં રોકાણ કરતાં પહેલા જોવું જરૂરી છે. તેમાં કંપની દર રૂ. 100 મૂડી પર કંપની કેટલો નફો કમાય છે તેનો અંદાજ મળી જાય છે.
Cash Conversion Cycle (CCC)ને આધારે પણ કંપનીની પરિસ્થિતિનો અંદાજ મળે છે. કંપની કાચા માલથી લઈ વેચાણ પછી પૈસા પાછા મળવા સુધી કેટલો સમય લે છે તે દર્શાવે છે. આમ માલના વેચાણ અને પેમેન્ટ આવવાના સમયગાળો પરથી પણ કંપનીની આર્થિક સ્થિતિનો અંદાજ આવી જાય છે.
Dividend Yield પર શેરની ગુણવત્તાનો અંદાજ આપે છે. શેર ખરીદ્યા બાદ દર વર્ષે તમને મળતા ડિવિડેન્ડનો ટકાવારી અને ડિવિડંડ આપવાના સમયગાળા પરથી કંપનીની નાણાંકીય સ્થિતિનો અંદાજ મળી શકે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ટીસીએસના શેર્સમાં રોકાણ કરનારાઓને દર ત્રણથી છ મહિને ડિવિડંડ મળ્યા જ કરે છે. આ હકીકત કંપનીની શેરધારકોને ખરેખર ભાગીદારની માફક જ નફામાં હિસ્સો આપવાની કંપનીના પ્રમોટર્સની માનસિકતાનો અંદાજ આપે છે.
- Swaraj Engines Ltdછ: શક્તિશાળી કંપની
1985માં સ્થાપિત Swaraj Engines Lt d ટ્રેક્ટર માટે 22 HPથી વધુ 65 HP સુધીના ડીઝલ એન્જિન અને હાઇ-ટેક એન્જિન પાર્ટ્સ બનાવે છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹4,549 કરોડ છે અને તેમાં 52 ટકાથી વધુ હિસ્સો Mahindra & Mahindra પાસે છે. ભારતની નંબર 1 ટ્રેક્ટર કંપની છે.
Value Stock ટેસ્ટમાં Swaraj Enginesનું પ્રદર્શન પણ સારું જ છે. કંપનીનો P/E: 26 ગણો છે. તેની સામે ઉદ્યોગનો પી.ઈ. રેશિયો મધ્યમ એટલે કે 40 ગણો છે. કંપનીના ડેટ ઇક્વિટી રેશિયોની વાત કરવામાં આવે તો તેનો D/E રેશિયો શૂન્ય ટકાનો છે. ROCE-રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ 56 ટકાનો છે. જ્યારે ઉદ્યોગનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ મધ્યમ સરનો એટલે કે 26 ટકાનો છે.
કંપનીની Cash Conversion Cycle એક જ દિવસની છે. કંપની તેના શેરધારકોને સમયાંતરે ડિવિડંડ આપે છે. તેનો Dividend Yield અંદાજે 2.80 ટકા છે. Swaraj Engines સપ્લાયરોને મોડું ચૂકવે છે અને Mahindra પાસેથી તરત જ ચૂકવણી મેળવે છે. પરિણામે કંપની પાસે હંમેશા કેશ રહે છે. કંપનીએ કરજ લેવાની જરૂર પડતી જ નથી અને ડિવિડેન્ડ પણ સારી રીતે આપી શકે છે.
FY20 થી FY25ના ગાળામાં કંપનીનું વેચાણ રૂ. 773 કરોડથી વધીને રૂ. 1,682 કરોડ સુધી પહોંચી ગયું છે. કંપનીનો EBITDA રૂ. 100 કરોડથી વધીને રૂ. 227 કરોડ થયો છે. કંપનીનો નફા પણ આ ગાળામાં રૂ. 71 કરોડથી વધીને રૂ.166 કરોડ થઈ ગયો છે. કંપનીના શેરનો ભાવ જાન્યુઆરી 2021માં રૂ.1,425 હતો તે આઠમી જાન્યુઆરી 2026ના વધીને રૂ. 3,744 થઈ ગયો છે. આમ 5 વર્ષમાં શેરના ભાવમાં 163 ટકાનો ઉછાળો આવી ગયો છે. કંપનીએ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મોટું રોકાણ કર્યું છે. આમ Mahindraના Swaraj ટ્રેક્ટર બ્રાન્ડના વિકાસ સાથે એન્જિન સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તેવી વ્યવસ્થા કરી છે.
- Kamdhenu Ltd – Asset-Light Franchise મોડલથી વૃદ્ધિ
1994માં સ્થાપવામાં આવેલી Kamdhenu Ltd TMT બાર, સ્ટ્રક્ચરલ સ્ટીલ અને સંબંધિત ઉત્પાદનો બનાવે છે અને તેનું વેચાણ પણ કરે છે. કંપની પાસે 8,500થી વધુ ડીલર્સનું નેટવર્ક છે. તેમ જ 250થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 80થી વધુ ફ્રેન્ચાઇઝ યુનિટ્સનું નેટવર્ક છે. કંપનીનું બજાર મૂડીકરણ-માર્કેટ કેપ લગભગ રૂ. 657 કરોડનું છે. Value Stock ટેસ્ટમાં Kamdhenuનું પ્રદર્શન નોંધપાત્ર છે. તેને પ્રાઈસ અર્નિંગ રેશિયો P/E: 9 ગણો છે. જ્યારે ઉદ્યોગનો પી.ઇ. મલ્ટિપલ 23 ગણો છે. તેની સામે કંપનીને ડેટ ઇક્વિટી D/E રેશિયો શૂન્ય ટકાનો છે. રિટર્ન ઓને કેપિટલ એમ્પ્લોઈડ- ROCE એટલે કે ધંધો કરવા માટે રોકવામાં આવેલી મૂડી પર કંપની સરેરાશ 29 ટકા રિટર્ન મેળવી રહી છે. તેની સામે આ ઉદ્યોગનો આરઓસીઈ 14 ટકાની આસપાસનો એટલે કે મધ્યમસરનો છે.
CCC– કેશ કન્વર્ઝન સાઈકલ માત્ર 15 દિવસની જ છે. કંપની તેના શેરધારકોને ડિવિડંડ પણ આપે જ છે. કંપનીની Dividend Yield: 1.09 ટકાની છે. FY20 થી FY25 દરમિયાન વેચાણ થોડું ઘટ્યું હોવા છતાં EBITDA અને નફામાં મોટો ઉછાળો આવ્યો છે. કંપનીનો EBITDA રૂ. 45 કરોડથી વધીને રૂ.75 કરોડ થઈ ગયો છે. તેમ જ આ ગાળામાં કંપનીનો નફો રૂ. 2 કરોડથી રૂ. 61 કરોડ થઈ ગયો છે.
શેર ભાવ જાન્યુઆરી 2021માં ₹7 હતો, જે જાન્યુઆરી 2026માં ₹23 થયો છે. આમ 230 ટકાનો વધારો થયો છે. કંપનીએ franchise-based asset-light મોડલ અપનાવ્યો છે, જેમાં Kamdhenuને નવા પ્લાન્ટ બનાવવા માટે પોતાના પૈસા લગાવવા પડતા નથી. આ મોડલ મંદી સમયમાં પણ ઓછા જોખમ સાથે વૃદ્ધિ આપે છે.
Value Stocks કે Value Trap?
વર્તમાન સમયની વાત કરીએ બન્ને કંપનીઓ કરજ મુક્ત-ડેટ ફ્રી છે. તેમના ઉદ્યોગ ક્ષેત્રના કરતા ઓછા P/E રેશિયો પર તેમના શેર્સનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. બંનેને ROCE ઊંચો છે. બંને કંપનીઓ ડિવિડેન્ડ આપે છે. તેથી લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર ધ્યાનમાં લેવા જેવા છે. ભવિષ્યમાં multibagger બનશે કે નહીં તે જોવાનું રહેશે, પરંતુ watchlistમાં રાખવા યોગ્ય જરૂર છે.



