અમદાવાદ એરંડા એક્સચેન્જના સભ્યો સાથે Kotak Mahindra bank એ છેતરપિંડી કરી હોવાની બૂમ ઊઠી
- Team Vibrant Udyog
- Apr 9, 2022
- 3 min read

અમદાવાદ એરંડા બજારની ઓરિજિનલ મિલકતનો હિસ્સો પણ શેરહોલ્ડર્સને આપ્યો ન હોવાથી હોબાળો થયો
અમદાવાદ એરંડા બજારના સભ્યો સાથે Kotak Mahindra bankએ ફ્રોડ કર્યો હોવાની ફરિયાદો એરંડા બજારને હસ્તગત કરનાર કોટક મહિન્દ્રા બેન્ક સામે થવા માંડી છે. વરસો પહેલા કોટક મહિન્દ્રા બેન્કે અમદાવાદનું એરંડા બજાર ચલાવવા અને તેના કામકાજમાં વધારો કરવા માટે હસ્તગત કર્યું હતું. મહિન્દ્રા કોટક બેન્ક અમદાવાદ સીડ મર્ચન્ટ એસોસિયેશન અને તેના દ્વારા ચલાવવામાં આવતા અમદાવાદ એરંડા બજારને નવા પ્લેટફોર્મ પર લઈ જવાના ઇરાદા સાથે હસ્તગત કર્યું હતું. એરંડા બજારને હસ્તગત કર્યા પછી સ્થાપેલી નવી કંપનીને ફડચામાં લઈ જઈને હવે ગત અઠવાડિયે તેના શેરહોલ્ડર્સને તેમના હિસ્સાના રૂ. 23,253ના ચેક મોકલી આપીને તેમનો હિસાબ પૂરો થઈ ગયો હોવાનું જાણ કરતાં પત્રો પાઠવ્યા છે. કેટલાક સભ્યોને રૂ.50,000 સુધીના ચેક પણ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીને ફડચામાં લઈ જવાના નિર્ણય અને વળતરના ચેક સાથેના આ પત્રો સામે અમદાવાદ એરંડા બજારના સભ્યોએ વિરોધ કરતાં વળતા પત્રો ફડચા અધિકારી આશિષ શાહને લખીને મોકલવા માંડ્યા છે. તેમણે સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ કંપનીને ફડચામાં લઈ જવાનું પગલું લીધું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તેમ જ તેમને તેમના હકના નાણાં પરત કરવામાં ફડચામાં લઈ જવામાં આવેલી કંપની દ્વારા દોંગડાઈ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
અમદાવાદ એરંડા બજારને હસ્તગત કરતી વેળાએ કોટક મહિન્દ્રા બેન્કે આ એક્સચેન્જને નવી ઊંચાઈએ લઈ જઈને મોટી કમાણી કરાવવાના સપનાંઓ સભ્યોને દેખાડ્યા હતા. મહિન્દ્રા કોટક બેન્કે અમદાવાદ એરંડા બજારને ચલાવતી કંપનીને હસ્તગત કરી ત્યારે અમદાવાદ સીડ મર્ચન્ટ એસોસિયેશન પાસે સભ્યોના ફાળાના પડેલા સભ્યદીઠ રૂ. ૫૨,૫૦૦ને ટ્રેડ ગેરન્ટી ફંડ પણ કોટક મહિન્દ્રા બેન્કે કબજામાં લઈ લીધું હતું. તેની સાથે જ અમદાવાદસીડ મર્ચન્ટ એસોસિયેશન પાસે પડેલા સભ્યદીઠ રૂ.૧.૨૫ લાખની એડમિશન ફીના નાણાંનો કબજો પણ કોટક મહિન્દ્રા બેન્કે લઈ લીધો હતો. સભ્યોના ફાળાની આ રકમને વિસરી જઈને કોટક મહિન્દ્રા બેન્ક સભ્યો માત્ર તેમના 15,200 શેર્સના વળતર પેટે રૂ. ૨૩,૨૫૩ પકડાવીને હાથ ખંખેરી નાખ્યા હોવાની લાગણી સભ્યોમાં જન્મી છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં ડિસેમ્બર મહિનાથી જ મહિન્દ્રા કોટક બેન્કે કંપનીને ફડચામાં લઈ જવાના કરેલા નિર્ણયથી અસંતુષ્ટ સભ્યોએ લિક્વિડેશનની પ્રક્રિયાન સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.
અમદાવાદ કોમોડિટી એક્સચેન્જને આર્થિક રીતે પાયમાલ કરી ખેલ પાડ્યો હોવાની સભાસદોની ફરિયાદ
1956ની સાલથી ચાલુ થયેલા ઓરિજિનલ અમદાવાદ કોમોડિટી એક્સચેન્જની માલિકીની મિલકતના વર્તમાન ભાવને જોતાં દરેક સભ્યને ઓછામાં ઓછા રૂા. ૨૦ લાખ મળવા જોઈએ. તેની સામે તેમને માત્ર રૂ. ૨૩,૨૫૩ પકડાવવામાં આવી રહ્યા છે. કોટક મહેન્દ્રા બેન્કે અમદાવાદ કોમોડિટી એક્સચેન્જના સભ્યોના નાણાં લીધા પછી વરસો સુધી વાષક સબસ્ક્રિપ્શન લીધુ છે. આજ સુધી સભ્યોને રાતીપાઈનું વળતર કે ડિવિડંડ પણ આપ્યું નથી. અગાઉ અમદાવાદ સીડ મર્ચન્ટ એસોસિયેશન તેના દરેક સભ્યોને દર વરસે ડિવિડંડ આપતું હતું.
કંપનીને ફડચામાં લઈ જવા માટે નિયુક્ત કરેલા ફડચા અધિકારી આશિષ શાહને ૨૩૦૦૦નું વળતર મેળવનારા સભ્યોએ પત્ર લખીને મહિન્દ્રા કોટક બેન્કના નિર્ણય સામે પોતાના વળતરનો અલગથી ક્લેઈમ નોંધાવ્યો છે. એરંડા બજારની માલિકીનો કપાસિયા બજારમાં આવેલા એરંડા હોલ, ઉપરાંત સી.જી. રોડ પર આવેલા બે મકાનની મિલકતના વેચાણથી મેળવેલા નાણાં પર પણ પોતાનો હક્ક હોવાનું જણાવ્યું છે. એરંડા બજારે વરસો પહેલા અમદાવાદ સીડ મર્ચન્ટ એસોસિયેશનના નામે ખરીદેલો હતો. અમદાવાદ સીડ્સ મર્ચન્ટ એસોસિયેશને આ હોલને જુદી જુદી પાર્ટીઓને ભાડે પણ આપ્યો હતો. અમદાવાદ સીડ્સ મર્ચન્ટ એસોસિેયેસનના સભ્યોનો સમાવેશ કરતાં સભ્યોના ફાળામાંથી સી.જી. રોડ પર રૂા. ૧.૩૫ કરોડના ખર્ચે ૨૦૦૮-૦૯ની સાલમાં મિલકત વસાવવામાં આવી હતી. એરંડા તેની કુલં કિંમત અંદાજે ૫૦ કરોડથી વધુની હોવાનો અંદાજ છે. આ મિલકતની આજની કિંમત પ્રમાણે તેમને વળતર મળવું જોઈએ તેવી સભ્યોની
ડીમાન્ડ છે.
કોટક મહિન્દ્રા બેન્કે અમદાવાદ કોમોડિટી એક્સચેન્જ સાથેના ઓરિજિનલ આર્ટિકલ ઓફ એસોસિયેશનમાં નક્કી કર્યા મુજબ તો કંપનીને વાઈન્ડ અપ કરવામાં આવે ત્યારે તમામ દેવાની ચૂકવણી કર્યા બાદ કોઈપણ અસ્ક્યામત બચે તો તે અસ્ક્યામતનું તમામ સભ્યો વચ્ચે સમપ્રમાણ વિભાજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છતાં આરંભથી બનેલા સભ્યોને માત્ર રૂા.૨૩૨૫૩ આપી દેવામાં આવ્યા છે. આ રીતે અમારા જેવા ઓરિજિનલ સભ્યો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ લિક્વિડેટર આશિષ શાહને કરવામાં આવી છે.
કોટક મહિન્દ્રા બેન્કે ૨૦૦૯-૧૦ની સાલમાં અમદાવાદ કોમોડિટી એક્સચેન્જને એક દરખાસ્ત મોકલી એક્સચેન્જની કામગીરીમાં વધારો કરવાની ખાતરી આપી હતી. તે સાથે જ દરેક સભ્યને રૃ. ૧૦ની મૂળ કિંમતના ૧૫,૨૦૦ શેર્સની ફાળવણી કરી હતી. કેટલાકને 17000થી પણ વધુ શેર્સ આપ્યા હતા. છેલ્લા 12 વર્ષમાં આ શેર્સ સામે સભ્યોને કોઈપણ જાતનું ડિવિડંડ પણ આપ્યું નથી. ત્યારબાદ ૨૦૧૪ની સાલમાં મહિન્દ્રા કોટક બેન્કે એમસીએક્સ-મલ્ટી કોમોડિટી એક્સચેન્જ તરીકે ઓળખાતી નવી કંપની હસ્તગત કરી હતી. આ કંપની હસ્તગત કર્યા પછી અમદાવાદ કોમોડિટી એક્સચેન્જના વહેવારોમાં તેને કોઈ જ રસ ન રહેતા તેની અવગણના કરવા માંડી હતી. એમસીએક્સમાંથી લાભ અપાવવા માટે મેહિન્દ્ર કોટક બેન્કે એઈસી ડેરીવેટીવ્સ એન્ડ કોમોડિટી એક્સચેન્જમાંથી મોટી રકમના પેમેન્ટ કર્યા હતા. એકવાર મોટી રકમના પેમેન્ટ સોફ્ટવેરના નામે અને મેનેજરોના નામે કરી દીધા પછી ૨૦૧૯ની સાલમાં એઈસી ડેરીવેડીવ્સ એન્ડ કોમોડિટી એક્સચેન્જનું નામ ફરીથી બદલીને ઈસીએ ટ્રેડિંગ સવસ લિમિટેડમાં ગેરકાયદેસર રીતે કન્વર્ટ કરી દીધું હતું. આ રીતે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલને એકપક્ષી રીતે બદલી નાખવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૯માં વાર્ષિક સામાન્ય સભા મળ્યા પછી ગેરકાયદેસર રીતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાંથી તેમણે નામ બદલાવી લીધું હતું.
Comments