Stock Idea : પબ્લિક ઇશ્યુ આવ્યાના 100 દિવસ પછી પહેલીવાર ચાર્ટ પર પોઝિટીવ બ્રેકઆઉટ આવ્યો છે.
- Team Vibrant Udyog
- Apr 6, 2022
- 1 min read

Suryoday Small Finance Bank: ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવી સ્ક્રિપ (BSE Code: 543279)
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સનો વર્તમાન બજાર ભાવ રૂ. 110નો છે. કંપનીનો આઈપીઓ આવ્યા પછી શેરનો ભાવ સતત ઘટતો આવ્યો છે. શેરનું અત્યાર સુધીનું પરફોર્મન્સ અપેક્ષા કરતાં ઘણું જ નબળું રહ્યું છે.
પબ્લિક ઇશ્યુ આવ્યાના 100 દિવસ પછી પહેલીવાર ચાર્ટ પર પોઝિટીવ બ્રેકઆઉટ આવ્યો છે. નીચા લેવલથી સારુ એવું બ્રેકઆઉટ દેખાયું છે. કંપનીનું બિઝનેસ મોડેલ આકર્ષક બની રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી કંપનીની લોનબુકનો ગ્રોથ આકર્ષક નહોતો. હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે. વેરા પછીનો નફો સુધરી રહ્યો છે.
વર્તમાન લેવલથી ડાઉન સાઈડની શક્યતા ઓછી જણાય છે. રિસ્ક રિટર્ન રેશિયો પણ ફેવરેબલ છે રૂ. 90નો સ્ટોપલૉસ રાખીને રૂ. 150ના ટાર્ગેટ ભાવ સાથે તેમાં ટ્રેડિંગ કરી શકાય છે. બાવન અઠવાડિયાનો હાઈ રૂ. 274 અને લૉ રૂ. 87 રહ્યો છે.
સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં થોડો બાયિંગ કરન્ટ દેખાઈ રહ્યો છે. આખા સેક્ટરમાં પોઝિટીવ ટોન દેખાઈ રહ્યો છે તેનો લાભ આ કંપનીની સ્ક્રિપને પણ મળી શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments